બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Mandira Bedi troll In Social midea

બોલીવૂડ / મંદિરાએ પતિની અર્થીને કાંધ આપી ત્યારે કેટલાક લોકોએ તેના કપડાંને લઈને ગુસ્સો ઠાલવ્યો, જાણો મામલો

Published By: Ronak

Last Updated: 06:37 PM, 4 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરા બેદીએ તેના પતિના અંતિમ સંસ્કારમાં જે કપડા પહેર્યા હતા તેના કારણે સોશિયલ મીડિયા પર તે ઘણી ટ્રોલ થઈ હતી. પરંતુ સિંગર સોના મહાપાત્રાએ મંદિરાનો સાથ આપ્યો અને ટ્રોલ કરનાર લોકોને બરાબરનો જવાબ આપ્યો.

  • મંદિરા બેદી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ 
  • સિંગર સોના મહાપાત્રા આવી મંદિરા બેદીના સપોર્ટમાં 
  • કપડાને લઈને યુઝર્સે મંદિરાને કરી હતી ટ્રોલ 

મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થયા બાદ મંદિરા બેદીએ તેમના અંતિમસંસ્કારની બધી વિધી કરી હતી. જોકે તેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે. અતિમ સંસ્કારમાં તેણે ટી-શર્ટ અને પેન્ટ પહેર્યા હતા. જે કારણોસર મંદિરા બેદીને હાલ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ટ્રોલ કરવામાં આવી રહી છે. 

સોના મહાપાત્રાએ ટ્રોલર્સને જવાબ આપ્યો 

જોકે તેને ટ્રોલ કરનારાઓને સિંગર સોના મહાપાત્રા દ્વારા બરાબરનો જવાબ આપવામાં આવ્યો છે. સોના મહાપાત્રાએ ટ્વીટ કરીને કહ્યું કે જે લોકો મંદિરાને આવા સમયે તેના કપડાને લઈને ટ્રોલ કરી રહ્યા છે. તે લોકોથી આપણાને ફરક ન પડવો જોઈએ. સાથેજ તેણે એવું પણ કીધુ કે દુનિયામાં કોઈ પણ બીજી વસ્તુની તુલનામાં મુર્ખતા સૌથી વધારે ભરેલી છે. 

 

લોકો સોના મહાપાત્રાના વિચારોથી સહમત 

જે રીતે સોના મહાપાત્રાએ મંદિરાનો સાથ આપ્યો છે. તે જોઈને લોકો પણ તેનો સાથ આપી રહ્યા છે. તેના વિચારો સાથે લોકો સહમત છે. ઉપરાંત જે લોકોએ મંદિરાને ટ્રોલ કરી હતી તે લોકોને બધા ખરીખોટી સંભળાવી રહ્યા છે. 

મંદિરાને તેના મિત્રોનો સાથ 

પતિના નિધન બાદ મંદિરા પૂરી રીતે તૂટી ગઈ છે. તે પોતોની જાતને સંભાળી શકે તે પણ ઘણું મુશ્કેલ છે. પરંતુ આવા ખરાબ સમયમાં મંદિરાના મિત્રો તેનો પૂરો સાથ આપી રહ્યા છે. રાજ કૌશલના નીધનને કારણે તેમના મિત્રો પણ દુ:ખમાં છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા રાજ કૌશલને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. 

બે બાળકો દત્તક લીધા છે 

ઉલ્લેખનીય છે કે રાજ કૌશલ વ્યવસાયે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા. તેઓ ખૂબજ ટૂંકા ગાળામાં એક વેબ સીરીઝ પર કામ શરૂ કરવાના હતા. પરંતુ તે પહેલાજ તેમનું નિધન થઈ ગયું. તેમના 2 બાળકો છે. તારા અને વીર જેમને ગત વર્ષેજ તેમણે દત્તક લીધા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood TROLL mandira bedi sona mahapatra ટ્રોલ બોલીવૂડ મંદિરા બેદી Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ