બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / man lived for 555 days without a heart

OMG / આ વાંચીને આંખો ફાટી જશે, આ યુવાન હ્રદય વિના 555 દિવસ સુધી જીવિત રહ્યો, જાણો કેવી રીતે

ParthB

Last Updated: 08:47 PM, 30 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ પણ માણસને જીવન જીવવા માટે શરીરમાં હૃદય મહત્વપૂર્ણ અંગ છે. શું હૃદય વગર મનુષ્યના જીવનની કલ્પના કરવી શક્ય છે? તમે કહેશો કે આ તો અશક્ય છે.

  • શું હૃદય વગર મનુષ્યના જીવનની કલ્પના કરવી શક્ય છે?
  • સ્ટેન લાર્કિન નામના શખ્સે 555 દિવસ કુત્રિમ હાર્ટ સાથે ગુજાર્યા
  • વર્ષ 2016માં લાર્કિનને ડોનર મળ્યો ત્યારે તેના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

555 દિવસ કુત્રિમ હાર્ટ વગર ગુજાર્યા
આજે અમે તમને એવા મહાનુભાવ સાથે મળાવવા માટે જઈ રહ્યાં છે, જેણે આ પરાક્રમ કર્યુ છે. તેઓ એક-બે દિવસ નહીં, પરંતુ લગભગ દોઢ વર્ષ સુધી હૃદય વગર જીવિત રહ્યાં. ખરેખર, સ્ટેન લાર્કિન નામની વ્યક્તિના હૃદયનું ટ્રાન્સપ્લાનટ થવાનુ હતું. પરંતુ તેમને કોઈ ડોનર મળી રહ્યું નહોતુ. એવામાં તેમને એક-બે નહીં, પરંતુ 555 દિવસ કુત્રિમ હાર્ટ સાથે ગુજારવા પડ્યા.

પોતાના મિત્રોની સાથે રમતો હતો ફૂટબોલ
સ્ટેન લાર્કિન કુત્રિમ હાર્ટવાળા બેગને પોતાની પીઠ પાછળ રાખીને દૈનિક કામ કરતા હતા. એટલું જ નહીં, તેઓ બેગ પાછળ ભરાવી પોતાના મિત્રોની સાથે ફૂટબોલ રમતા હતા. મહત્વનું છે કે, કોઈ પણ વ્યક્તિને કુત્રિમ હાર્ટની જરૂર ત્યારે જ પડે છે જ્યારે તેના હાર્ટના બંને ભાગ ફેલ થઈ જાય.

વર્ષ 2016માં લાર્કિનના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું
એક અહેવાલ મુજબ, લાર્કિનને વર્ષ 2016માં ડોનર મળ્યો અને તેના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું ત્યારે તેની ઉંમર 25 વર્ષ હતી. પરંતુ આ અગાઉ 555 દિવસ સુધી તેમણે ડોનરની રાહમાં SyncArdia ડિવાઈસ (કુત્રિમ હૃદય)ની બેગ પોતાની સાથે રાખી. આ બેગનું વજન લગભગ 6 કિલો હતું. મિશિગન વિશ્વ વિદ્યાલયમાં કાર્ડિયક સર્જરીના એસોસિએટ પ્રોફેસર ડો. જોનાથન હેફ્ટ અને લાર્કિનના હૃદયરોગના નિષ્ણાંતે કહ્યું કે, જ્યારે તેમણે પ્રથમ વખત લાર્કિનને જોયો તો તે ખૂબ બિમાર હતો. તેમણે કહ્યું, જ્યારે હું પ્રથમ વખત સ્ટેનને મળ્યો, ત્યારે તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યો હતો. તે જીવન અને મરણ સામે ઝઝૂમી રહ્યો હતો. તેને કુત્રિમ સંસાધન પર વિશ્વાસ ન હતો. પરંતુ તે આ વસ્તુથી વાંકેફ હતો કે તેને જીવંત રહેવા માટે આ જ એકમાત્ર વિકલ્પ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Heart Problem Heart attack heart patient હ્રદય રોગ હ્રદયના ધબકારા Heart
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ