ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PGમાં 24 વર્ષની છોકરીનું ગળું કાપીને હત્યાથી સનસનાટી, સહેલીનો બોયફ્રેન્ડ કાતિલ બન્યો

PG મર્ડરમાં ઘટસ્ફોટ / PGમાં 24 વર્ષની છોકરીનું ગળું કાપીને હત્યાથી સનસનાટી, સહેલીનો બોયફ્રેન્ડ કાતિલ બન્યો

Last Updated: 06:15 PM, 27 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેઈંગ ગેસ્ટહાઉસમાં કૃતિ નામની છોકરીની ઘાતકી હત્યા કરનાર આરોપી અભિષેકની ધરપકડ કરાઈ છે.

ADVERTISEMENT

બેંગ્લુરુના પોશ એરિયામાં આવેલા પેઈંગ ગેસ્ટહાઉસમાં 24 વર્ષીય કૃતિ નામની છોકરીની ઘાતકી થયાના એક દિવસ બાદ આરોપી અભિષેક ભોપાલથી ઝડપાયો છે. કૃતિની ઘાતકી હત્યા પાછળનું કારણ સામે આવ્યું છે.

સહેલીનો પક્ષ લેવો મોતમાં પડ્યો

હકીકતમાં કૃતિએ પોતાના રુમમાં રહેતી એક સહેલીનો પક્ષ લીધો હતો અને સહેલીને તેના બોયફ્રેન્ડથી દૂર ખસેડી હતી જેને કારણે કૃતિએ જીવ ગુમાવવો પડ્યો હતો.

અભિષેકે કેમ કરી ગર્લફ્રેન્ડની સહેલીની હત્યા

મૂળ બિહારની અને બેંગ્લુરુના પોશ એરિયામાં આવેલા પેઈંગ ગેસ્ટહાઉસમાં 24 વર્ષીય કૃતિ નામની છોકરીનું તેના સહેલીના બોયફ્રેન્ડે રુમમાંથી બહાર ખેંચીને છરીના ભયાનક ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપી અભિષેકની ગર્લફ્રેન્ડ કૃતિની સહેલી હતી અને બન્ને સહેલીઓ સંબંધ કાપી નાખતાં અભિષેકે કૃતિને મારી નાખી હતી.

છરીના ઘા મારી રહેલો વીડિયો સામે આવ્યો

આરોપી અભિષેક કૃતિની સહેલીનો ફ્રેન્ડ છે. એવો ખુલાસો થયો છે કે કૃતિની સહેલી અને તેના બોયફ્રેન્ડ વચ્ચે બેરોજગારી અને પૈસાને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. ઘણી વખત કૃતિ પણ તેમની ઝઘડામાં સામેલ થઈ જતી આ પછી કૃતિ અને તેની સહેલીએ અભિષેકને ટાળવા લાગ્યાં હતા અને તેની સાથે બોલાચાલીનો વ્યવહાર બંધ કર્યો હતો અને તેનો ફોન પણ ઉપાડતા નહોતા. કૃતિએ તેની સહેલીને બીજા પીજીમાં શિફ્ટ કરાવી હતી અને આ જ કારણે તેણે કૃતિની હત્યા કરવાનું નક્કી કર્યું. સીસીટીવીમાં હત્યાનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં કૃતિ આરોપીની ચૂંગાલમાંથી છટકવાની કોશિશ કરી રહેલી દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપી લાંબા સમય સુધી પેઈંગ ગેસ્ટના કોરિડોરમાં ફરતો રહ્યો. આ પછી તે કૃતિના રૂમ તરફ જાય છે. તેના હાથમાં પ્લાસ્ટિકની થેલી હતી. આરોપી અભિષેક દરવાજો ખખડાવે છે અને પછી રૂમમાં જાય છે. થોડા સમય પછી તે કૃતિને ખેંચીને બહાર લઈ જાય છે. આરોપીના હાથમાં છરી હતી અને તેણે કૃતિનું ગળું કાપી નાખ્યું હતું. તે કૃતિ પર વારંવાર છરી વડે હુમલો કરે છે. કૃતિ પડ્યા પછી તે ફરી હુમલો કરે છે. તે કૃતિને તેના વાળથી પકડી રાખે છે અને તેને છરી વડે મારતો રહે છે. તે તેને છોડી દે છે અને જુએ છે કે તેના શ્વાસ ચાલું છે કે નહીં ત્યાર બાદ છેલ્લી વાર છરી ગળા પર ફેરવીને ફરાર થઈ જાય છે.

વધુ વાંચો : VIDEO : તલાક મળતાં છોકરીએ ગોઠવી દોસ્તો સંગ પાર્ટી, જાંબલી લહેંગામાં જોરદાર નાચી

અભિષેકના જીવલેણ હુમલા બાદ કૃતિ લોહીથી લથપથ

અભિષેકના જીવલેણ હુમલા બાદ કૃતિ લોહીથી લથપથ ફ્લોર પર પડી હતી. આ પછી પીજીમાંથી એક મહિલા દોડતી આવે છે અને ફોનમાંથી પોલીસનો નંબર ડાયલ કરે છે અને હોસ્પિટલ લઈ જવાતાં તેનું મોત થયું હતું. મૃતક કૃતિ કુમારી બિહારની રહેવાસી હતી અને બેંગલુરુમાં એક ખાનગી કંપનીમાં કામ કરતી હતી. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. તેણે નોકરી છોડી દીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru Hostel Killing Bengaluru PG murder NEWS Bengaluru PG murder
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ