બ્રેકિંગ ન્યુઝ
VTV / Major train accident in Odisha: Coromandel Express collides with freight train and derails
Vishal Khamar
Last Updated: 10:23 PM, 2 June 2023
ADVERTISEMENT
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી એકબીજા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘણા લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તે જ સમયે, ટ્રેનના પલટી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાનો મામલો સામે આવી રહ્યો છે. હાલ આ રૂટ પરની તમામ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા અકસ્માતને લઈને ઈમરજન્સી કંટ્રોલ રૂમ નંબર 6782262286 જારી કર્યો છે.અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં 179થી વધુ લોકો ઘાયલ થયા છે.
चेन्नई हावड़ा कोरोमंडल एक्सप्रेस ओडिशा के बालासोर में बहानागा स्टेशन के पास पटरी से उतर गई। कई बोगियों के पटरी से उतरने की सूचना है: CPRO दक्षिण रेलवे https://t.co/jjL6ZiiqPh
— ANI_HindiNews (@AHindinews) June 2, 2023
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ દુર્ઘટના સ્થળે બચાવ તેમજ રાહત કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ બાલાસોર કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા માટે જાણ કરવામાં આવી છે અને જો રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય, તો એસઆરસીને પણ જાણ કરવામાં આવી છે.
Odisha train accident: 47 injured persons admitted to Balasore hospital, fatalities feared, says official
— Press Trust of India (@PTI_News) June 2, 2023
બંને ટ્રેનો એક જ પાટા પર આવી જતા આ દુર્ઘટનાં સર્જાઈ હોવાની આશંકા
હાલમાં આ અકસ્માતમાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ આશંકા છે કે ઘણા લોકો માર્યા ગયા છે. આ ઘટના કેવી રીતે બની તે અંગે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે બંને ટ્રેનો એક જ લાઈનમાં આવવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ છે. જાણવા મળી રહ્યું છે કે સિગ્નલ ફેલ થવાના કારણે બંને ટ્રેનો એક જ ટ્રેક પર આવીને ટકરાઈ હતી.
ઇમરજન્સી કંટ્રોલ રૂમ: 6782262286
- હાવડા: 033-26382217
- ખડગપુર: 8972073925, 9332392339
- બાલાસોર: 8249591559, 7978418322
- કોલકાતા શાલીમાર: 9903370746
રેલમદદ: 044- 2535 4771
- ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે: 044- 25330952, 044-25330953 અને 044-25354771
ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી
એડિશનલ ડીએમઈટીએ જણાવ્યું કે અમે ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલી છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાકને વધુ સારવાર માટે રીફર પણ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ 10 મુસાફરોને બાલાસોર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
બંને ટ્રેન એક જ ટ્રેક પર કેવી રીતે આવી તેની તપાસ શરૂ
મળતી માહિતી મુજબ કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન ગુડ્સ ટ્રેનની ઉપર ચઢી ગયું છે. જે દર્શાવે છે કે ટ્રેનની સ્પીડ ઘણી વધારે હતી. ટ્રેન દુર્ઘટનાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ટ્રેન એક જ ટ્રેક પર સામ સામે આવી ગઈ હતી. કોની ભૂલનાં કારણે આ દુર્ઘટનાં સર્જાઈ છે તેની તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.