બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રમ્પનો શાંતિ ધડાકો: ઇઝરાયેલ-લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ

વિશ્વ / ટ્રમ્પનો શાંતિ ધડાકો: ઇઝરાયેલ-લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ

Pravin Joshi

Last Updated: 11:11 PM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની ઐતિહાસિક જાહેરાત કરી છે. વોશિંગ્ટનમાં 34 વર્ષ બાદ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સીધી મંત્રણા થઈ હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને લેબનાન વચ્ચે 10 દિવસના યુદ્ધવિરામની ઐતિહાસિક જાહેરાત કરી છે. વોશિંગ્ટનમાં 34 વર્ષ બાદ બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સીધી મંત્રણા થઈ હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપતા કહ્યું કે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ અને લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔન સાથેની વાતચીત બાદ આ નિર્ણય લેવાયો છે. આ સીઝફાયર અમેરિકી સમય મુજબ સાંજે ૫ વાગ્યાથી અમલી બનશે. ટ્રમ્પે આને કાયમી શાંતિ સ્થાપવા તરફનું પ્રથમ ડગલું ગણાવ્યું છે.

trump-normal

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા આ યુદ્ધવિરામની ઘોષણા કરતા જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય લેબનાની રાષ્ટ્રપતિ જોસેફ ઔન અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની લાંબી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે. અમેરિકી સમય અનુસાર, આ યુદ્ધવિરામ સાંજે ૫ વાગ્યાથી અમલમાં આવશે. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઇઝરાયેલના હુમલામાં લેબનાનમાં મૃત્યુઆંક 2196 સુધી પહોંચી ગયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે આ માત્ર શરૂઆત છે અને તેઓ આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે પ્રતિબદ્ધ છે.

didha - 2026-04-16T230704.917

આ પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ છે કે 34 વર્ષ બાદ પ્રથમ વખત ઇઝરાયેલ અને લેબનાનના નેતાઓ વોશિંગ્ટનમાં એકસાથે આવ્યા હતા. વિદેશ મંત્રી માર્કો રુબિયોની ઉપસ્થિતિમાં થયેલી આ મુલાકાતને ટ્રમ્પે અત્યંત સાર્થક ગણાવી છે. ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ ડેન રજિન કેન સાથે મળીને લેબનાન અને ઇઝરાયેલ વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે ગર્વ સાથે ઉમેર્યું કે અત્યાર સુધીમાં વિશ્વના 9 યુદ્ધો ખતમ કરવામાં તેમની ભૂમિકા રહી છે અને આ તેમનું 10મું અભિયાન હશે.

ટ્રમ્પ હવે આ બંને દેશોના નેતાઓને વ્હાઇટ હાઉસમાં હોસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. ૧૯૮૩ પછી આ પ્રથમ વખત હશે જ્યારે બંને પક્ષો વચ્ચે આવી કોઈ અર્થપૂર્ણ મંત્રણા વ્હાઇટ હાઉસના આંગણે થશે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને પક્ષો શાંતિ ઈચ્છે છે અને ટૂંક સમયમાં જ તેના સકારાત્મક પરિણામો જોવા મળશે. આ મુલાકાત દાયકાઓથી ચાલી આવતી કડવાશને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ 'વિરોધ કરનારાઓને લાંબા સમય સુધી કિંમત ચુકવવી પડશે...'મહિલા અનામત પર PM મોદીની ચેતવણી

લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔને પણ આ પહેલનું સ્વાગત કર્યું છે. તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિ ઔને ટ્રમ્પના પ્રયાસો બદલ આભાર માન્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રક્રિયાથી લેબનાનમાં સ્થાયી શાંતિ અને સ્થિરતા આવશે. લેબનાનના વડાપ્રધાન નવાફ સલામે પણ આ નવા વિકાસને આવકાર્યો છે અને યુદ્ધમાં અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 10 દિવસના આ યુદ્ધવિરામથી માનવીય સહાય પહોંચાડવા અને યુદ્ધવિરામને લંબાવવા માટે જરૂરી કાયદાકીય માળખું તૈયાર કરવા માટેનો પૂરતો સમય મળી રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IsraelLebanonCeasefire MiddleEastPeace DonaldTrump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ