બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / mahisagar accident : 8 dead after accident of mini truck in lunawada

મહીસાગરમાં માતમ / આઠના કરૂણ મોત: લોહીલુહાણ બાળકને જોઈ લોકોના કાળજા કકળી ઉઠ્યા, હોસ્પિટલમાં સ્ટ્રેચરની લાઇન લાગી જતાં મચી અફરાતફરી

Published By: Parth

Last Updated: 04:17 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારના દિવસે ફરી ગમખ્વાર અકસ્માતના સમાચાર મળ્યા, અકસ્માત એટલો ગંભીર હતો કે જોનારા સૌ કોઈનું હૈયું ધ્રુજી ઉઠે. લુણાવાડામાં જ્યાં લગ્ન ગીતોની જગ્યાએ માતમ અને મરસિયા ગવાશે, જાનમાં જઈ રહેલ ટેમ્પોને અકસ્માત નડ્યો, જે બાદ લુણાવાડાના રસ્તા મરણચીસોથી ગુંજી ઉઠ્યા.

  • મહીસાગરના લુણાવાડામાં ગોઝારો અકસ્માત 
  • લગ્નની પાઘડી લઈને જતાં લોકોનો ટેમ્પો પલટી ખાઈ ગયો 
  • હોસ્પિટલમાં સર્જાયા ભયજનક દ્રશ્યો 

Mahisagar Accident News: જ્યાં ઘટના બની તે રસ્તાઓ લોહીથી રંગાઈ ગયા, રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો મદદ માટે આગળ આવ્યા પણ નાજુક હૈયું ધરાવતા લોકો અકસ્માતનો ભોગ બનનારાઓની હાલત જોઈને પોતાના આંસુ રોકી શક્યા નહીં. પાંચ જેટલી ઍમ્બ્યુલન્સ પણ ઈજાગ્રસ્તોને લઈ જવા માટે ઓછી પડી, લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટે જેમ બને તેમ બેથી ત્રણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. કરૂણ દુર્ઘટનામાં આઠ લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. 

રસ્તા પર ચારે તરફ લોકો તરફડિયાં મારી રહ્યા હતા, કેટલાક રડી રહ્યા હતા 
ટેમ્પોમાં સવાર ઘણા લોકો તો ભાનમાં જ નહોતા, કેટલાકના હાથ પગમાંથી લોહી બંધ નહોતું થતું તો કોઈ બેસુધ થઈને બેઠું હતું. અકસ્માતમાં જે બચી ગયા હતા એ પોતાના પ્રિયજનની હાલત થઈ હોશ ગુમાવી રહ્યા હતા. 

એકસાથે અનેકની સારવાર 

હોસ્પિટલમાં મચી ગઈ અફરાતફરી 
હોસ્પિટલમાં હૈયું ધ્રુજી ઉઠે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, હોસ્પિટલની અંદર એક બાદ સ્ટ્રેચરની લાઇન લાગી ગઈ. લોકોના જીવ બચાવવા માટે મેડિકલ સ્ટાફમાં પણ અફરાતફરી મચી ગઈ, લોકોને તાત્કાલિક જે બેડ મળ્યો ત્યાં સુવડાવી સારવાર શરૂ કરવામાં આવી. એક પુરુષના હાથમાંથી હાડકું બહાર આવી ગયું હતું અને તેઓ દર્દના લીધે ચીસો પાડી રહ્યા હતા. એક જ ઍમ્બ્યુલન્સની અંદર એક કરતાં વધુ દર્દીઓને હોસ્પિટલ લાવવા પડ્યા, આટલું જ નહીં કેટલાક દર્દીઓને તો મીની ટ્રકમાં સુવડાવીને લાવવા પડ્યા હતા.  

સૌથી કરૂણ દ્રશ્ય 

હોસ્પિટલની અંદર સૌથી હૃદય દ્રાવક દ્રશ્ય: જ્યારે ઘાયલ થયેલા બાળકને સ્ટ્રેચર પર સુવડાવીને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જોનારા સૌના કાળજા કંપી ગયા, બાળકના માથા પર પાટો બાંધવામાં આવ્યો હતો અને તેના કપડાં પર માત્ર લોહી જ દેખાઈ રહ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

lunawada accident mahisagar accident મહીસાગર અકસ્માત લુણાવાડા અકસ્માત mahisagar accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ