બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Madhuri dixit buys luxurious flat in Mumbai worth rupees 48 crores

Photos / માધુરી દીક્ષિતે 48 કરોડમાં લીધું નવું ઘર, સ્વિમિંગ પૂલથી લઇને સ્પા સુધીની છે સુવિધાઓ

Published By: Vaidehi

Last Updated: 05:40 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માધુરી દીક્ષિતે મુંબઇમાં એક લગ્ઝરિયસ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ આલીશાન ફ્લેટની કિંમત 48 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસનું એપાર્ટમેન્ટ મુંબઇના અપસ્કેલ લોઅર પરેલ એરિયામાં છે.

  • માધુરી દીક્ષિતે મુંબઇમાં લીધો ફ્લેટ
  • તમામ સુવિધાઓ ધરાવે છે આ ફ્લેટ
  • 48 કરોડનાં ભાવે એપાર્ટમેન્ટ લીધું

'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિત બોલિવૂડની પોપ્યૂલર અને બ્યૂટીફૂલ એક્ટ્રેસ છે. માધુરીના ચાર્મથી આજે પણ ઘેલાં થાય છે. માધુરી પોતાની પ્રોફેશનલ લાઇફમાં ઘણું સારૂં કામ કરી રહી છે. આ એક્ટ્રેસે હાલમાં જ પોતાના માટે એક લક્ઝીરીયસ ફ્લેટ ખરીદ્યો છે.

આ આલીશાન ફ્લેટની ખાસિયતો

માધુરી દીક્ષિતે મુંબઇમાં એક આલીશાન ફ્લેટ ખરીદ્યો છે જે સી-ફેસિંગ છે. તેની કિંમત આશરે 48 કરોડ રૂપિયા છે. આ ફ્લેટ મુંબઇના અપરસ્કેલ લોઅર પરેલ એરિયામાં એક બિલ્ડિંગનાં 53માં ફ્લોર પર આવેલું છે. રિપોર્ટ અનુસાર આ ફ્લેટનું રજિસ્ટ્રેશન 28 સપ્ટેમ્બર 2022નાં થયું હતું.

માધુરીએ આ એપાર્ટમેન્ટ ઇન્ડિયાબુલ્સ બ્લૂનાં લોઅર પરેલમાં ખરીદ્યું છે. આ રેસિડેન્ટલ પ્રોપર્ટી સાઉથ મુંબઇના વર્લી એરિયામાં છે જે 10 એકર જમીનમાં બનેલ છે.

માધુરીના ઘરમાં છે તમામ સુવિધાઓ

માધુરીનું આ સુંદર એપાર્ટમેન્ટ અતિ મનમોહક છે. આ પ્રોપર્ટીમાં એક મોટું સ્વિમિંગ પૂલ , ફૂટબોલ પિચ, જીમ, સ્પા, ક્લબ અને બીજી અનેક સુવિધાઓ રહેલી છે. માધુરી દીક્ષિતનો ફ્લેટ 5,384 સ્કવેર ફીટ એરિયામાં બનેલ છે. જે 53માં ફ્લોર પર આવેલ છે. ઘરની સાથે કાર પાર્કિંગ સ્લોટ પણ છે. માધુરી પોતાનો આ નવો ફ્લેટ ખરીદીને ખૂબ ખુશ છે. એેક્ટ્રેસે ફેન્સને પણ આ ખુશખબર સંભળાવી.

સંકળાયેલા મુદ્દાઓ

Madhuri Dixit Mumbai New home celebrities બોલિવુડ માધુરી દીક્ષિત મુંબઇ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ