બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Lord Mercury has a special place in astrology

ધર્મ / 2024ની શરૂઆત થતાં જ આ ગ્રહ ચાલ બદલીને મચાવશે ઉથલપાથલ, આ 3 રાશિનું બદલાશે ભાગ્ય

Published By: Mahadev Dave

Last Updated: 11:15 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન બુધનું વિશેષ સ્થાન હોવાથી વૃશ્ચિક રાશિમાં બુધનું સીધું ભ્રમણ થવાને કારણે કેટલીક રાશિના લોકોને જોરદાર લાભ મળી શકે છે.

  • ગ્રહોની ચાલનું વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ
  • 2 જાન્યુઆરીના રોજ ચાલ બદલવા જઈ રહ્યો છે બુધ  
  • વૃશ્ચિક રાશિમાં બુધનું સીધું ભ્રમણ થવાને કારણે કેટલીક રાશિના લોકોને જોરદાર લાભ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલનું વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. ગ્રહોની ચાલ બદલતાની સાથે જ તમામ રાશિઓના લોકોના જીવન પર પ્રભાવ પડતો હોય છે. તેમાં પણ જ્યોતિષમાં બુદ્ધ દેવને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે હવે 2 જાન્યુઆરીના રોજ બુધ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે. આવતી તા. 2 જાન્યુઆરીથી ભગવાન બુધ વૃશ્ચિક રાશિમાં પ્રત્યક્ષ ભ્રમણ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં ભગવાન બુધનું વિશેષ સ્થાન હોવાથી વૃશ્ચિક રાશિમાં બુધનું સીધું ભ્રમણ થવાને કારણે કેટલીક રાશિના લોકોને જોરદાર લાભ મળી શકે છે. બીજી બાજુ અમૂક રાશિઓ પર જોખમ પણ મંડળાઇ રહ્યું છે.

Tag | VTV Gujarati

મેષ રાશિ

બુધની આ ચાલ મેષ રાશિના લોકો માટે આવકાયદાયક સાબિત થશે. આ રાશિના જાતકોનો દરેક દિવસ આનંદમય અને કાર્યસ્થળ તથા વ્યવસાયમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. તમને સહકર્મીઓનો સહયોગ મળશે. અધિકારીઓનો સાથ સહકાર પણ મળશે. નવી યોજનાઓ અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. 

મિથુન રાશિ 
બુધની રાશિ પરીવર્તનની ચાલને લઈને મિથુન રાશિ ના લોકોને ફાયદો થશે. કાર્યસ્થળ અને વ્યવસાયમાં વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. વિરોધીઓથી છૂટકારો મેળવી શકો છો. તેમજ પરિવારના સભ્યોનો સહયોગ પણ મળી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોના લાભની વાત કરવામાં આવે તો દરેક દિવસ સિદ્ધિઓથી ભરેલો રહેશે. તમારા કાર્યસ્થળ અને વ્યવસાયમાં વાતાવરણ તમને લાભ આપનારું રહેશે.. સહકર્મીઓનો સહયોગ અને અધિકારીઓની કંપની સાથે નવી યોજનાઓ પર કામ કરવાનો મોકો મળી શકે છે. વેપારમાં અચાનક લાભની તકો મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology જ્યોતિષશાસ્ત્ર ધર્મ બુધનું રાશિ પરિવર્તન રાશિ ભવિષ્ય Astrology

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ