બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / lockdown : gujarat government may declared Relief package
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સચિવ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ રાજ્ય સરકારને સોંપેલા રિપોર્ટના આધારે નિર્ણય લેવાઇ શકે છે.
મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી ચર્ચા
ADVERTISEMENT
આપને જણાવી દઇએ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ફરી ઝળકાવે તેવું આહવાન કર્યુ છે.તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરશ્રીઓ, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ પેકેજ અંગે પણ કરાઇ ચર્ચા
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં 3.50 લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે. MSME એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા સૂચન કર્યુ હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં ૩૩ લાખથી વધુ MSME ઉદ્યોગો
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે તેમજ આવા MSME એકમોનો રિકવરી રેટ ૯પ ટકાથી પણ વધારે છે.
ADVERTISEMENT
તેમણે બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો કે, રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડયો છે તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું. મુખ્યમંત્રીશ્રીએ MSME કમિશનરેટ, સિંગલ વિન્ડો સિસ્ટમ વગેરે દ્વારા બેન્ક અને MSME વચ્ચે સરકાર સેતુરૂપ બનશે એમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.