બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હોટલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું ખરાબ નીકળે તો ક્યાં કરવી ફરિયાદ? મળશે પુરુ રિફંડ, જમવાનું પણ ફ્રીમાં

જાણી લો / હોટલ-રેસ્ટોરન્ટમાં ખાવાનું ખરાબ નીકળે તો ક્યાં કરવી ફરિયાદ? મળશે પુરુ રિફંડ, જમવાનું પણ ફ્રીમાં

Shilpa Parmar

Last Updated: 08:46 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ આપણે હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વધારે પસંદ કરીએ છીએ,પરંતુ શું તમને ખબર છે કે, હોટેલમાં જો તમને ખરાબ જમવાનું પીરસવામાં આવે તો તમે શું એક્શન લઈ શકો છો? જાણો, ખરાબ ખોરાક માટે ફરિયાદ કરવાના નિયમો શું છે?

આજકાલ લોકો બહાર જમવા જવાનું પસંદ કરે છે પણ સાથે ખોરાકની ગુણવત્તા વિશે પણ ચિંતિત રહે છે. બહારનું મસાલેદાર અને ટેસ્ટી જમવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. પરતું શું તમે ક્યારેય વિચાર કર્યો છે કો જો હોટેલમાં તમને ખરાબ જમવાનું પીરસવામાં આવે છે તો તમે કઈ રીતે અને કયા ફરિયાદ કરી શકો છો?

જ્યારે આપણે પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે બહાર જમવ જઈએ છીએ તો આપણે સારા અને ગુણવત્તાયુક્ત ખોરકની અપેક્ષા રાખીએ છીએ. ઘણીવાર એવું થાય છે કે મોંઘી હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ ખરાબ ખોરાક પીરસવામાં આવે છે. આવી પરિસ્થિતમાં તમારે જાણવું જોઈએ કે જો તમારી સાથે પણ આવું થાય છે તો ફરિયાદ ક્યાં કરવી?

rule-for-bad-food

સૌથી પહેલા કરો આ કામ

હોટેલ અને રેસ્ટોરન્ટમાં જો તમને ખરાબ ખોરાક, અથવા ઓછી ગુણવત્તાવાળો ખોરાક પીરસવામાં આવે તો તમે ત્યાંના મેનેજરને તમારી ફરિયાદ કરી શકો છો. મેનેજર તમારી ફરિયાદ સાંભળીને જો ખોરાક માટે માફી માંગે છે અને તમને તેના બદલે બીજું ફ્રેશ જમવાનું આપે છે અથવા તમારા પૈસા પાછા આપે છે તો આવી સ્થિતિમાં આગળ ફરિયાદ કરવાની જરૂર પડતી નથી. હોટેલ અથવા રેસ્ટોરન્ટ જ તમારી ફરિયાદ સાંભળીને યોગ્ય પગલાં લે છે.

કાયદાકીય રીત

જો હોટેલ અથવા રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરવા પર પણ મેનેજર કે માલિક દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી તો તમે તમે કાયદાકીય રીતે તેની ફરિયાદ પણ કરી શકો છો. તેના માટે તમારે ફૂડ સેફ્ટી ઑથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) પર જઈને ફરિયાદ કરવી પડે છે. FSSAI એ એક એજન્સી છે જે હોટેલ અને રેસ્ટોરન્ટના નિયમોની તકેદારી રાખે છે. જો તમે કાયદાકીય રીતે ફરિયાદ કરવા માંગો છો, તો તમારી પાસે ખોરાકના ખરાબ હોવાનો પુરાવો હોવો જરૂરી છે.

food

FSSAIમાં ફરિયાદ કઈ રીતે કરવી?

  1. FSSAIની ઓફિશિયલ વેબસાઇટ
  2. કસ્ટમર કેર ટોલ ફ્રી નંબર.
  3. 'Food Safety Connect' એપ્લિકેશન.

ઓનલાઇન ફૂડની ફરિયાદ કેવી રીતે કરવી?

આજના સમયમા આપણે ઓનલાઇન ફૂડ વધારે ઓર્ડર કરતાં હોઈએ છીએ. જો તમે ઓનલાઇન મંગાવેલા ફૂડની ફરિયાદ કરવા માંગો છો તો તેનું પેકિંગ ખોલો ત્યારે તેનો વીડિયો બનાવો.

પછી, જે ફૂડ ડિલિવરી એપ્લિકેશનમાંથી ખોરાક મંગાવ્યો છે, ત્યાં રિવ્યુમાં પોસ્ટ કરો અથવા તેમના કસ્ટમર કેર નંબરનો સંપર્ક કરો. આ પ્રકારની ફરિયાદ પર એપ્લિકેશન્સ દ્વારા ટુંક સમયમાં રિફંડ મળી જતું હોય છે અથવા તેના બદલે તમને કોઈ ડિસ્કાઉન્ટ કૂપન પણ મળી શકે છે.

વધુ વાંચો: FASTag પાસ ખરીદતા પહેલા જાણી લેજો ચાર વાત! તો જ મળશે પૂરેપૂરો લાભ

જો તમારી સાથે પણ ક્યારેય ખોરાકની બાબતે આવું કઈં થાય છે તો તરફ તેની સામે પગલાં લો. ખરબ ખોરાક સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Refund rules for bad food Complaint about food Hotel restaurant food
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ