બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમે જાણો છો, PNG-LPG વચ્ચેનો તફાવત? જાણો રસોઇ માટે કયું વધારે ફાયદાકારક?
Last Updated: 10:33 AM, 11 September 2025
શહેર હોય કે ગામડું હોય આજકાલ દરેક ઘરના રસોડામાં ગેસ સિલિન્ડર જોવા મળે છે. સામાન્ય રીતે ગામડામાં LPG સિલિન્ડરનો ઉપયોગ થાય છે. પરંતુ શહેરોમાં એલપીજી સાથે સાથે પીએનજી ગેસનો પણ ઘણો ઉપયોગ થતો થયો છે.
ADVERTISEMENT
હવે સવાલ એ છે કે કઈ ગેસ સારી છે? LPG સિલિન્ડર કે પછી PNG? બંનેમાં રસોઈ તો સરળતાથી જ થઈ જાય છે. પરંતુ કિંમત, સુવિધા અને સુરક્ષામાં મોટો તફાવત છે. જો તમે જાણવા માંગો છો કે તમારા કિચન માટે કઈ ગેસ યોગ્ય રહેશે, તો ચાલો વિગતવાર સમજીએ.
પીએનજી શું છે?
ADVERTISEMENT
PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ. તે સીધી પાઇપ દ્વારા તમારા ઘરમાં પહોંચે છે. તેમાં સિલિન્ડર લાવવા કે લઈ જવાની તકલીફ નથી. તમારૂ બિલ તમારા ઉપયોગ મુજબ આવે છે.
એલપીજી શું છે?
ADVERTISEMENT
LPG એટલે કે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. આ તમને સિલિન્ડરના સ્વરૂપમાં મળે છે. જેનું તમારે દર મહિને બુકિંગ કરવું પડે છે. ગેસ પૂરી થઈ જાય તો નવો સિલિન્ડર મંગાવવો પડે છે.

ADVERTISEMENT
બંનેમાં તફાવત શું છે?
આ બંને ગેસમાં મુખ્ય ચાર તફાવતો છે:
ADVERTISEMENT

ADVERTISEMENT
તમારી રસોઈ માટે શું યોગ્ય?
જો તમારા વિસ્તારમાં PNGની પાઇપલાઇન ઉપલબ્ધ છે તો આ વધુ સરળ, સુરક્ષિત અને સસ્તું છે. દર મહિને થોડું-થોડું પેમેન્ટ કરવાથી ખિસ્સા પર પણ ભાર પડતો નથી. જ્યારે PNGની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે LPG વધુ યોગ્ય છે.
બંનેના ખર્ચની ગણતરી
ગુજરાતમાં 8–10 SCM માસિક PNG ઉપયોગ માટે કેટલો ખર્ચ આવી શકે તેની ગણતરી:
આ પ્રમાણે તમારૂ મંથલી બિલ અંદાજે 400 થી 500 રૂપિયા વચ્ચે આવી શકે છે. જ્યારે એલપીજી સિલિન્ડર 1000 થી 1200 રૂપિયામાં મળે છે.
વધુ વાંચો: આત્મહત્યા કરતા પહેલા વ્યક્તિ શું વિચારે છે? AIIMSના રિસર્ચમાં ખુલાસા
જો PNGની સુવિધા તમારા વિસ્તારમાં ઉપલબ્ધ હોય તો તે સસ્તી, અનુકૂળ અને સુરક્ષિત પસંદગી છે. પરંતુ જ્યાં PNG પાઇપલાઇન નથી, ત્યાં LPG સિલિન્ડર જ એક વિકલ્પ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.