ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પહાડોનો નયનરમ્ય નજારો, ટૂરિસ્ટ ભીડ, AI વીડિયોએ કપલને જોરદાર ગોથે ચડાવ્યા, કિસ્સો ચેતવણીજનક

ટેકનોલોજી / પહાડોનો નયનરમ્ય નજારો, ટૂરિસ્ટ ભીડ, AI વીડિયોએ કપલને જોરદાર ગોથે ચડાવ્યા, કિસ્સો ચેતવણીજનક

Published By: Vidhata Gothi

Last Updated: 01:20 PM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AI Generated Viral Video: મલેશિયાના એક વૃદ્ધ દંપતી AI દ્વારા છેતરાઈ ગયા. એક વીડિયો પર વિશ્વાસ કરીને, તેઓએ તે જગ્યાનો આનંદ માણવા માટે તેમના ઘરથી 300 કિલોમીટરની મુસાફરી કરી. પરંતુ જ્યારે તેમને હકીકત ખબર પડી તો જાણો શું થયું.

ADVERTISEMENT

AI Viral Video: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ આપણને આપણા રોજિંદા કાર્યોમાં મદદ કરી છે, પરંતુ ઘણીવાર AI નો એવો ઉપયોગ થઈ રહ્યો છે કે તે અસલી અને નકલી વચ્ચેનો ફરક ખતમ કરી નાખે છે. મલેશિયાના એક વૃદ્ધ દંપતી સાથે પણ આવું જ બન્યું. વાયરલ વીડિયો જોઈને તેઓ પ્રભાવિત થઈ ગયા. વીડિયોમાં સુંદર વાદીઓમાં પ્રવાસીઓની ભીડ અને કેબલ કારની સવારી બતાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે વીડિયોમાં એક રિપોર્ટર હતી, જે સમગ્ર દ્રશ્યનું વર્ણન કરી કરી રહી હતી, જેના કારણે વીડિયો વધુ અસલી લાગી રહ્યો હતો. વૃદ્ધ દંપતીએ તપાસ કર્યા વિના જ તે જગ્યાએ જવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે AI એ તેમની સાથે છેતરપિંડી કરી છે.

old-couple

શું છે સમગ્ર મામલો

અહેવાલો અનુસાર, વાયરલ વીડિયો જોયા પછી મલેશિયન દંપતીએ કેબલ કારની સવારી કરવાનું નક્કી કર્યું. તેઓ રાજધાની કુઆલાલંપુરથી 300 કિલોમીટર દૂર પેરાક પહોંચ્યા. તેમને પેરાકના કુઆક હુલુમાં કેબલ કારની સવારી કરવાની હતી. હોટેલ પહોંચ્યા પછી, તેમણે હોટલના કર્મચારીને કુઆક હુલુની કેબલ કાર સવારી વિશે પૂછ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. ખરેખર, આવી કોઈ સવારી હતી જ નહીં. અહીં કોઈ કેબલ કાર ચાલી રહી ન હતી કે ન તો એવા કોઈ પ્રવાસી ત્યાં આવતા હતા જે કેબલ કારની સવારી કરવા આવ્યા હોય.

cable-car-1

હોટલના કર્મચારીને લાગ્યું મજાક

રિપોર્ટ મુજબ, હોટલના કર્મચારીને શરૂઆતમાં લાગ્યું કે કદાચ આ દંપતી મજાક કરી રહ્યું છે. તેઓ જે વીડિયો વિશે વાત કરી રહ્યા હતા તે ટિકટોક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં, એક ન્યૂઝ રિપોર્ટર તે વિસ્તાર બતાવી રહી હતી અને પ્રવાસીઓ સાથે પણ વાત કરી રહી હતી, જેના કારણે દંપતીએ વીડિયો પર સંપૂર્ણ વિશ્વાસ કરી લીધો.

એઆઈ જનરેટેડ હતો વીડિયો

રિપોર્ટ મુજબ, દંપતીએ જે વીડિયો જોયો અને તેમના ઘરથી 300 કિલોમીટર દૂર પહોંચ્યા તે સંપૂર્ણપણે એઆઈ જનરેટેડ હતો. વીડિયો એટલી સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે અસલી અને નકલી વચ્ચેનો ફરક જ સમજાઈ રહ્યો ન હતો. અહેવાલો અનુસાર, સ્થાનિક વહીવટીતંત્રે પણ પુષ્ટિ કરી છે કે વીડિયો ફેક હતો. પરંતુ દરેક વ્યક્તિ વીડિયોના વખાણ કરી રહ્યા છે કારણ કે તે વાસ્તવિક અને રસપ્રદ લાગી રહ્યો હતો.

vtv app add

દંપતીને કરવો હતો રિપોર્ટર પર કેસ

રિપોર્ટ મુજબ, AI દ્વારા જનરેટ કરાયેલા વીડિયો વિશે માહિતી મળ્યા પછી વૃદ્ધ દંપતી નિરાશ અને હતાશ થઈ ગયું. મહિલા ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે હોટલ કર્મચારીને કહ્યું કે તે રિપોર્ટર સામે કેસ દાખલ કરશે. પછી તેને કહેવામાં આવ્યું કે રિપોર્ટર પણ AI દ્વારા બનાવવામાં આવી છે, એટલે કે, તે વીડિયોમાં એવું કંઈ નથી જે સાચું હોય. આ AI દ્વારા બનાવવામાં આવેલ ફેક ઘટના હતી.

આ પણ વાંચો: ઑફિસના લેપટોપમાં જો-જો આવી ભૂલો કરતા! નહીંતર મુશ્કેલીમાં મૂકાઇ જશો

રિપોર્ટ મુજબ, વૃદ્ધ દંપતીને એવું માનવામાં સમય લાગ્યો કે આ વીડિયો ફેક અને AI દ્વારા જનરેટેડ હતો. દંપતીએ કહ્યું કે તેઓ તેમના બાળકોને આ વિશે નહીં જણાવે કારણ કે તેઓને તેનાથી ખૂબ શરમ આવશે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને અપીલ કરી છે કે ખાતરી કર્યા વિના કોઈપણ વાયરલ વીડિયો પર વિશ્વાસ ન કરો. વિશ્વાસ કરવાથી ખોટી માહિતી ફેલાઈ શકે છે. આ ઘટના દર્શાવે છે કે AI વીડિયો કેટલા વાસ્તવિક બની રહ્યા છે અને ઘણી વખત લોકો તેમના પર સરળતાથી વિશ્વાસ કરી લે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Malaysia AI Generated Viral Video Technology News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ