બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Video: નાનો પણ સાપનો કણો! ચીને તૈયાર કર્યું એવું ખતરનાક ડ્રોન, કે ખાસિયતો જાણીને ચોંકી જશો

વાયરલ / Video: નાનો પણ સાપનો કણો! ચીને તૈયાર કર્યું એવું ખતરનાક ડ્રોન, કે ખાસિયતો જાણીને ચોંકી જશો

Published By: Vidhata Gothi

Last Updated: 11:03 AM, 27 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

China Spy Mosquito Drone: ચીને એક એવું માઇક્રો ડ્રોન બનાવ્યું છે જે મચ્છર જેટલું નાનું છે પણ તેમાં સ્પાય કેમેરા, સેન્સર અને પાવર સિસ્ટમ છુપાયેલ છે. આ ડ્રોન એટલું નાનું છે કે તે દેખાયા વિના જ જાસૂસી કરી શકે છે.

China Spy Mosquito Drone: ચીને ફરી એકવાર દુનિયાને ચોંકાવી દીધી છે. આ વખતે એક એવું ડ્રોન બનાવીને જે આંગળીના નખ કરતાં પણ નાનું છે. દેખવામાં તે સામાન્ય મચ્છર જેવું લાગે છે પણ એટલું શક્તિશાળી છે કે કોઈ પણ સેનાને આરામથી પાંગળી કરી શકે છે. આ 0.6 સેમીનું બાયોનિક રોબોટ ચીનની નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (NUDT) દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને તાજેતરમાં CCTV-7 લશ્કરી ચેનલ પર બતાવવામાં આવ્યું હતું.

પહેલી નજરે, આ ડ્રોન ફક્ત એક કાળી લાકડી જેવો દેખાય છે જેમાં પાંદડા જેવા પીળા પાંખો અને ત્રણ પાતળા પગ છે. પરંતુ આ નાના શરીરમાં જાસૂસી કેમેરા, સેન્સર, પાવર યુનિટ અને સમગ્ર ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, એટલે કે સમગ્ર 'ગુપ્ત ઓપરેશન સેટઅપ' છુપાયેલું છે.

વીડિયોએ લોકોને ચોંકાવી દીધા

NUDT ના વિદ્યાર્થી લિયાંગ હેક્સિયાંગે તેને કેમેરા પર બતાવતાં કહ્યું, "મારા હાથમાં મચ્છર જેવું એક મીની બાયોનિક રોબોટ છે જે ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં અને ખાસ લશ્કરી મિશનમાં ખૂબ ઉપયોગી છે." આ ડ્રોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દેખાતું જ નથી. તે એટલું નાનું અને હલકું છે કે તે ઝાડ, પથ્થર કે દિવાલોમાં એવી રીતે છુપાઈ જાય છે કે કોઈ સિક્યોરિટી સિસ્ટમ પણ તેને પકડી શકતી નથી. તે મોબાઇલ દ્વારા નિયંત્રિત થાય છે અને 'બાયો-ઇન્સ્પાયર્ડ રોબોટિક્સ' પ્રોજેક્ટનો ભાગ છે.

સંરક્ષણ નિષ્ણાતે આપી ચેતવણી

જો કે આ ખતરો અહીં ખતમ થતો નથી. યુએસ સંરક્ષણ નિષ્ણાત ટિમોથી હીથે ચેતવણી આપી છે કે આવા માઇક્રો ડ્રોનનો ઉપયોગ પાસવર્ડ ચોરી કરવા અથવા ડેટા હેક કરવા માટે પણ થઈ શકે છે. જયારે પૂર્વ ગૂગલ ફ્યુચરિસ્ટ ટ્રેસી ફેલોઝે કહ્યું, "આવતા સમયમાં, આ ડ્રોન વાયરસ અથવા જૈવિક શસ્ત્રો લઈ જઈ શકે છે."

Vtv App Promotion 2

સોશિયલ મીડિયા પર, આ ડ્રોનની તુલના 'Black Mirror' સીરીઝના એ એપિસોડ સાથે કરવામાં આવી રહી છે, જેમાં રોબોટિક મધમાખીઓ લોકોની હત્યા કરવા લાગે છે. યુઝર્સ કહી રહ્યા છે કે આ ડ્રોન રમકડા જેવું દેખાય છે, પરંતુ ઇતિહાસનું સૌથી ખતરનાક સર્વેલન્સ હથિયાર બની શકે છે. ચીનનું લશ્કરી ઇનોવેશન અહીં જ અટકતું નથી. તેઓએ તોપથી ફાયર થતા UAV પણ બનાવ્યા છે, જે 155mm તોપથી નીકળતી વખતે 3000 ગણું દબાણ સહન કરી શકે છે.

આ પણ વાંચો: ચીનમાં ચામાચીડિયામાં 20 નવા વાયરસ મળી આવ્યા, શું ફરી કોઈ મહામારી થશે ?

અન્ય દેશો પણ લાઇનમાં

એવું નથી કે ફક્ત ચીન જ આવું કરી રહ્યું છે. યુએસ એરફોર્સ, હાર્વર્ડ યુનિવર્સિટી (RoboBee) અને નોર્વે (Black Hornet) જેવા દેશોએ પણ માઇક્રો ડ્રોન વિકસાવ્યા છે જે હવે યુદ્ધના નવા ચહેરા બની રહ્યા છે. જોકે, નિષ્ણાતો માને છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ ફક્ત યુદ્ધમાં જ નહીં પરંતુ દવા, કૃષિ, પ્રદૂષણ માપન અને આપત્તિ રાહત જેવા ક્ષેત્રોમાં પણ થઈ શકે છે. પરંતુ જ્યારે આટલી નાની વસ્તુમાં છુપાયેલા મોટા ખતરાની વાત આવે છે, ત્યારે દરેક ઉપયોગ પર સવાલો ઉઠવા લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mosquito Drone China Spy Mosquito Drone Lifestyle News

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ