બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હિટ સ્ટ્રોક બન્યો સાઇલેન્ટ કિલર! શરીરનું તાપમાન વધતાની સાથે કેમ થંભી શકે છે દિલની ધડકન?
Last Updated: 08:06 AM, 18 June 2025
બદલાતી ઋતુ આનદ અને જીવનમાં પરિવર્તન લઈને આવે છે,પરંતુ તેની સાથે કેટલીય બીમારીઓ પણ છુપાયેલી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે બીમારી જીવલેણ સ્વરૂપ ધારણ કરી રહી છે, તે છે હિટ સ્ટ્રોક. આ ફક્ત ગરમી લાગવી કે ચક્કર આવવાથી સીમિત નથી, પણ આ પરિસ્થિતિ શરીરનું તાપમાન 104°F એટલે કે અંદાજે 40°C કરતા વધી જતાં સીધો દિલ પર આંચકો પહોંચાડે છે અને કાર્ડિયક અરેસ્ટનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
હિટ સ્ટ્રોક કોઈ સામાન્ય બીમારી નથી, આ એક મેડિકલ ઈમર્જન્સી છે, જે સમયસર ઈલાજ નહીં મળવાથી જીવ પણ લઈ શકે છે. જ્યારે શરીર જરૂર કરતા વધુ ગરમ થઈ જાય છે, ત્યારે તે પોતાનું તાપમાન કન્ટ્રોલ કરી શકતું નથી અને આ જ પરિસ્થિતિ દિલના ધબકારને અસમાન્ય બનાવી દે છે.
હિટ સ્ટ્રોકથી કેમ વધે છે હાર્ટ એટેકનો ખતરો?
ADVERTISEMENT
શરીરની અંદર ઉંચા તાપમાનના કારણે શરીરમાં પાણીની કમી થાય છે, જેના કારણે બ્લડ વોલ્યુમ ઘટી જાય છે અને હ્રદયને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ સિવાય, વધુ તાપમાનથી હ્રદયનો ધબકાર તેજ થઈ જાય છે, જેના કારણે અનિયમિત રિધમ એટલે કે એરિધમિયા થઈ શકે છે. આ બધા ફેક્ટર્સ મળીને અચાનક કાર્ડિયક અરેસ્ટ જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે.

ADVERTISEMENT
હિટ સ્ટ્રોકના લક્ષણો
ADVERTISEMENT
કોને છે સૌથી વધુ જોખમ?
વૃદ્ધો, નાનાં બાળકો, દિલની બીમારીથી પીડાતા લોકો, ગરમીમાંમાં કામ કરતા મજૂરો અને એટલેટ્સ આ જોખમના સૌથી મોટા ભોગ બની શકે છે. કેટલીક દવાઓ જેમ કે હાઈ બીપી કે માનસિક બીમારીઓની દવાઓ પણ શરીરના તાપમાન નિયંત્રણ કરવાની ક્ષમતા પર અસર કરે છે.
ADVERTISEMENT

હિટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું?
ADVERTISEMENT
વધુ વાંચો: હવે ફેસ નહીં, 'પેશાબ'વોશનો જમાનો આવ્યો, થાય છે હેરાનીભર્યા ફાયદા!
હિટ સ્ટ્રોક શરીરની ગરમીથી થતી ગંભીર પરિસ્થિતિ છે, જે સમયસર સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે. વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકો માટે ખાસ સતર્કતા જરૂરી છે. સમયસર બચાવના પગલાં લઈને આ જોખમ ટાળવું શક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.