બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
લેબનોન અત્યારે મોટા આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે
લેબનોન અત્યારે મોટા આર્થિક સંકટથી પસાર થઇ રહ્યું છે ત્યારે દેશને આવક કરાવી આપવા માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લેબનોનમાં 17 ઓક્ટોબરથી વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર પર ટેક્સ લગાવી દેવામાં આવ્યો હતો ત્યારથી જ તેને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં ઠેર ઠેર આ નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા.
ADVERTISEMENT
આશરે 14 રૂપિયા જેટલો ટેક્સ ભરવો પડતો હતો
જે કોઈ પણ વ્યક્તિ આ એપ્સની મદદથી કોલિંગ કરે તો તેને 0.20 ડોલર ટેક્સ ભરવો પડતો હતો. જે લગભગ 14 રૂપિયા જેટલો છે. આટલો મોટો ટેક્સ સાંભળી લેબનોનની જનતા રસ્તાઓ પર ઉતારી આવી સરકારનો પૂરજોશ વિરોધ કરવામાં આવ્યો. લગભગ 12 દિવસ સુધી અહિયાં બેંક, સ્કૂલ, ઓફીસ અને કોલેજ વિરોધના ઓઅગલે બંધ રહ્યા હતા. સરકારે ભારે વિરોધ જોતા ફેસલો પાછો ખેંચી લીધો પરંતુ લોકોનો ગુસ્સો શાંત થયો. સરકારનો વિરોધ વધતો ગયો. રસ્તાઓ પર લોકોની સંખ્યા વધતી ગયી.
ADVERTISEMENT
વડાપ્રધાને આપ્યું રાજીનામું
આ પ્રદર્શને વધુ ને વધુ જલદ રૂપ ધારણ કર્યું. દેશમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ડૂબતી અર્થવ્યવસ્થા પર નાગરિકો વિફર્યા. ઘણી જગ્યાઓ પર પોલીસ દ્વરા બળપ્રયોગ કરવામાં આવ્યો જેમાં પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે હિંસા થઈ અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા. આખરે વડાપ્રધાન હરીરીએ રાજીનામું આપી દીધું. રાજીનામું આપતી વખતે પીએમ હરીરીએ લોકોને સંબોધતા કહ્યું કે 'હું તમારાથી છુપાઈ નથી શકતો.હું છેલ્લા પડાવ પર આવી ચુક્યો છે. હું દેશના બધા રાજનૈતિક લોકોને અપીલ કરું છું કે દેશની અર્થવ્યવસ્થાને ઉપર લાવવા માટે બધા આગળ આવે'
ADVERTISEMENT
રસ્તા પર યોગ કરીને વિરોધ કરતા દેખાયા લોકો
આ વિરોધનો સરકારનો વિદ્રોહી સમૂહ હિઝબુલ્લાહે પણ સમર્થન કર્યું છે. વિરોધ પ્રદર્શનમાં લોકો અલગ અલગ રીતે સરકારનો વિરોધ કરતા નજરે પડ્યા હતા ઘણા લોકોએ રસ્તા પર યોગ કરીને સરકારનો વિરોધ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.