ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Learn about farmers income profit hard work
ADVERTISEMENT
ADVERTISEMENT
આપણે વારંવાર કહીએ છીએ કે, ખેડૂતની ભૂખ ક્યારેય મરતી નથી. હંમેશા સરકાર પાસે માગ-માગ કરે છે. તે પછી વીમા પ્રિમીયમ હોય, નુકસાનીનું વળતર હોય, રાહતની બાબત હોય કે, અન્ય વિવિધ યોજનાઓની બાબત હોય. પરંતુ તમે આજ પછી આવું કહેતા 100 વખત વિચારશો. કારણ કે, VTVGujarati.com આપને ખેડૂતની મહેનતનું આકંલન બતાવી રહી છે. જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ આંકલન છે પાકના વાવેતરથી લઈને પાકની લણણી સુધીનું અને ત્યારબાદ ખેડૂત પરિવારને મળતી રોજીનું. આ બાબત સમજવી ખુબ અઘરી છે. પરંતુ આજે જે સમજશો તે ક્યારેય નહીં ભૂલો.
ખેડૂત ખેતી કરવા માટે કેટલો ખર્ચ કરે છે?
ADVERTISEMENT
એક ખેડૂતની પરસેવાની કમાણીનાં આંકડા પર નજર કરીએ તો 15 વીઘા જમીન પર મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતને 400 કિલો બીજની જરૂર પડે જેનો ખર્ચ 40 હજાર રૂપિયા થાય છે. વાવેતર કર્યા બાદ ત્રણથી ચાર વખત નિંદામણ કરવું પડે છે. જેનો ખર્ચ 16 હજાર જેવો થાય છે. જ્યારે જંતુનાશક દવા પાછળ 10 હજાર રૂપિયા અને રાસાયણિક ખાતર પાછળ 5થી 6 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પાક પાકી ગયા બાદની વાત કરીએ તો તેને જમીનમાંથી નિકાળવા માટે 10થી 12 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જ્યારે થ્રેસરમાં નિકાળવાનો ખર્ચ 8થી 10 હજાર રૂપિયા અને ત્યારબાદ ખેતરને ખેડવા માટે 6થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. એટલે કે, એકંદરે ખેડૂતને 95 હજારથી 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે છે.
ખેડૂતને એક દિવસમાં કેટલો નફો મળે છે?
ADVERTISEMENT
આ તો માત્ર તમે ખર્ચ જોયો કે ખેડૂતને 15 વીઘા જમીનમાંથી મગફળીનું ઉત્પાદન લેવામાં 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ઉત્પાદનમાંથી ખેડૂતને એક દિવસમાં માત્ર 52 રૂપિયા જ નફો મળે છે ? નહીં જ જાણતા હોય. તો જાણો કે 15 વીઘા જમીનમાંથી ખેડૂતને 9થી 10 ખાંડી એટલે કે, 200 મણ જેટલું મગફળીનું ઉત્પાદન મળે છે. જેના પર સરકાર ટેકાના ભાવ આપે ત્યારે 20 કિલોએ એક હજાર રૂપિયા જેટલો ભાવ મળે છે. આના પરથી અંદાજ લગાવો તો 20 મણ એટલે કે, 400 કિલો મગફળીના 20 હજાર રૂપિયા ભાવ મળે. આમ 10 ખાંડી એટલે કે 4 હજાર કિલો મગફળીના 2 લાખ રૂપિયા ભાવ મળે છે.
ADVERTISEMENT
ખેડૂતની મહેનત અને ખર્ચનું વિભાજન
આ બે લાખ રૂપિયા તો તેના ઉત્પાદનનું મળેલું વળતર છે નફો નથી. પરંતુ હવે જરા 4 મહિનાની મહેનત અને ખર્ચનું વિભાજન કરીએ તો 2 લાખમાંથી એક લાખ રૂપિયા ખર્ચ નિકાળવા પર એક લાખ રૂપિયા નફો મળે. આ નફાનો 4 મહિનામાં વિભાજીત કરીએ તો દર મહિને 25 હજાર રૂપિયા ખેડૂત પરિવારની આવક થઈ. તેમાં પણ જો પરિવારમાં 4 ચાર સભ્યો હોય અને આ આવકનું વિભાજન કરીએ તો પ્રતિ વ્યક્તિની 6 મહિનાની આવક 6250 રૂપિયા થાય. એટલે કે ખેડૂત પરિવારના એક સભ્યની મહિનાની આવક માત્ર 1562 રૂપિયા અને એત દિવસની આવક માત્ર 52 રૂપિયા જ થાય છે. આ 52 રૂપિયાને તમે ખેડૂતનો નફો ગણો તો નફો છે. મંજૂરી ગણો તો મજૂરી છે. એટલે કે, એક મજૂરી કરતા વ્યક્તિની રોજની આવક 300 રૂપિયા છે. જ્યારે એક ખેડૂતની આવક માત્ર '52 રૂપિયા....' વિચારમાં પડી ગયા હશો. પરંતુ આ વરવી વાસ્તવિક્તા છે.
ADVERTISEMENT
આ અહેવાલ અને રિપોર્ટ આજે એટલા માટે બતાવવો જરૂરી હતો. કારણ કે, હાલ વરસાદે રાજ્યના ખેડૂતોને ક્યાંયના રહેવા નથી દીધા. હાથમાં આવેલો કોળિયો પણ કુદરતે છિનવી લીધો છે. જ્યારે બીજી તરફ વિમા કંપનીઓ વીમો ન આપવા અનેક હથકંડા અપનાવી રહી છે. ત્યારે તમે જ વિચાર કરી જૂઓ કે આમાં ખેડૂત કેવી રીતે ઉભો થાય.
સંકળાયેલા મુદ્દાઓ