બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Leaders of Sanatan Dharma in Gadhda have filed a complaint against three saints of Swaminarayan

બોટાદ / દેવી-દેવતા વિરૂદ્ધ ટીપ્પણી કરનારા સ્વામિ.સંતો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ, કાર્યવાહી નહીં થાય તો પોલીસ સામે કરીશું મોટાપાયે રેલી

Malay

Last Updated: 07:05 PM, 13 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઢડામાં સનાતન ધર્મના અગ્રણીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

 

  • ગઢડા સનાતન ધર્મ દ્વારા ત્રણ સંતો વિરુદ્ધ ફરિયાદ
  • કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ
  • આગામી દિવસોમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર વિરોધની ચીમકી 

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતા વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી, તેના વિરોધમાં ગઢડા શહેર ખાતે આજે મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકોએ ભેગા થઈને રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત સનાતન ધર્મના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી આ સંતો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને જો પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ સામે પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

રેલી કાઢી નોંધાવ્યો વિરોધ

બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે આજરોજ કમલમ હોલ ખાતે સનાતન ધર્મના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે ભગવાન શિવ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી છે, તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને શહેરના રાજ માર્ગો પર રેલી કાઢી સનાતન ધર્મની જય, હર હર મહાદેવના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ ફરિયાદ

જે બાદ મોટી સંખ્યામાં લોકો શહેરના પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા, જ્યાં ગઢડા શહેરના સ્થાનિક વાલેરાભાઈ રાઠોડ, ઋષિકેશ ભાઈ ત્રિવેદી અને નાજભાઈ દ્વારા સનાતન ધર્મના મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને ફરિયાદી બનીને સ્વામિનારાયણ સંપ્રદાયના કૃષ્ણ વલ્લભ સ્વામી, ઋગનાથ ચરણદાસ સ્વામી અને આનંદસાગર સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં પોલીસ વિરુદ્ધ પણ સનાતન ધર્મના લોકો વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ