ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / lathi charge akshay kumar tiger shroff bade miyan chote miyan promotional event in lucknow

VIDEO / અક્ષય કુમારને જોવા માટે બેકાબૂ થઈ ભીડ, પોલીસે લાઠીચાર્જ કરીને ભગાડ્યા, વિડીયો વાયરલ

Published By: Vikram Mehta

Last Updated: 01:47 PM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન માટે લખનઉ ગયા હતા. એક્ટર્સની એક ઝલક જોવા માટે ફેન્સ બેકાબૂ થઈ ગયા હતા. ભીડ બેકાબૂ થઈ જવાને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ગંભીર દુર્ઘટનાનો શિકાર થતા થતા માંડ બચ્યા છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશન માટે લખનઉ ગયા હતા. આ બે અભિનેતાને જોવા માટે ભીડ ભેગી થઈ હતી. એક્ટર્સની એક ઝલક જોવા માટે ફેન્સ બેકાબૂ થઈ ગયા હતા. ભીડ બેકાબૂ થઈ જવાને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 

અક્ષય અને ટાઈગરનો સ્ટંટ
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ લખનઉના ઘંટાઘર ગયા હતા. એક્શન સ્ટંટ માટે બંને સ્ટાર્સે એરિયલ એન્ટ્રી લીધી હતી. ફેન્સ આ જોઈને ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. આ સમગ્ર બાબતનો વિડીયો સામે આવ્યો છે. બંને એક્ટર્સ દોરડાથી કરતબ બતાવીને સ્ટેજ પર ઉતર્યા હતા. પબ્લિક આ સ્ટંટ જોઈને બૂમો પાડી રહી છે. આ બંને એક્ટરે લખનઉના ઘંટાઘરથી સ્ટેજ સુધી એરિયલ પર લટકીને પસાર થયા હતા. 

લાઠીચાર્જ
આ સમગ્ર ઘટના બાઉન્ડ્રી બહાર થઈ હોવાથી અંદર પ્રમોશનલ ઈવેન્ટમાં કોઈ અડચણ આવી નથી. આ એક્ટરની એક ઝલક જોવા માટે ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને એકબીજાને ચપ્પલ મારી રહ્યા હતા. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ચપ્પલ વિખરાયેલા પડ્યા છે. પોલીસે લાઠીચાર્જ કરતા ભીડ શાંત થઈ હતી. 

વધુ વાંચો: ગુજરાતી હોવાના કારણે પંકજ ઉધાસને ના હિન્દી આવડતી હતી, ના ઉર્દૂ: એક ઈન્ટરવ્યૂમાં ખુદ કર્યો હતો ખુલાસો

ફિલ્મ એક્શનથી ભરપૂર
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ એત એક્શન ફિલ્મ છે. તાજેતરમાં આ ફિલ્મનુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જે જોઈને ફેન્સ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર છે. ફિલ્મમાં ભરપૂર એક્શન અને સ્ટંટ છે. ટીઝરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આર્મી ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યા છે, જેઓ એક ખાસ મિશન પર છે. ફિલ્મમાં જોવા મળી રહ્યું છે કે, ભારતની સુરક્ષા પર હાઈટેક જોખમ હોવાથી આ બંને એક્ટર ખાસ મિશન પર છે. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારને વિલનના રોલમાં જોવા મળશે, ટીઝરમાં તેમનો ચહેરો રિવીલ કરવામાં આવ્યો નથી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, માનુષી છિલ્લર, સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 10 એપ્રિલના રોજ ઈદના દિવસે રિલીઝ થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Akshay Kumar Bade Miyan Chote Miyan Tiger Shroff bade miyan chote miyan promotional event lathi charge અક્ષય કુમાર લાઠીચાર્જ ટાઈગર શ્રોફ પ્રમોશનલ ઈવેન્ટ લખનઉ લાઠીચાર્જ Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ