ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / રોકાણકારોને લોટરી લાગી! NSDLનો શેર પહેલા જ દિવસે 900 રૂપિયાને પાર

બિઝનેસ / રોકાણકારોને લોટરી લાગી! NSDLનો શેર પહેલા જ દિવસે 900 રૂપિયાને પાર

Published By: Jaydeep Shah

Last Updated: 07:43 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NSDL IPO: NSDL ના શેર બુધવારે 880 રૂપિયાના ભાવે BSE પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ પછી કંપનીના શેરમાં વધુ ઉછાળો જોવા મળ્યો અને ભાવ 920 રૂપિયા સુધી પહોંચ્યો, જે 4% થી વધુનો વધારો દર્શાવે છે.

ADVERTISEMENT

NSDL IPO: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એ શેરબજારમાં શાનદાર શરૂઆત કરી છે. કંપનીનો IPO 10% પ્રીમિયમ સાથે લિસ્ટ થયો છે, અને લિસ્ટિંગ બાદ તેના શેરમાં વધુ તેજી જોવા મળી છે. આ IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જે 41 ગણો સબસ્ક્રાઈબ થયો હતો. NSDLનો IPO 1 ઓગસ્ટથી 4 ઓગસ્ટ, 2025 સુધી ખુલ્લો હતો અને તેનું કુલ કદ 4011.60 કરોડ રૂપિયા હતું.

NSDL શું છે?

NSDL જેની શરૂઆત 2012માં થઈ હતી, એ એક સેબી-રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા છે. તેનું મુખ્ય કાર્ય સિક્યોરિટીઝના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ જાળવવાનું છે. જેમાં ફાળવણી, માલિકી ટ્રાન્સફર અને ટ્રેડ સેટલમેન્ટ જેવી સેવાઓનો સમાવેશ થાય છે.

મહત્વની વિગતો

કંપનીના IPOને તમામ કેટેગરીના રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

કુલ સબસ્ક્રિપ્શન: 41.02 ગણું

લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs): 103.97 ગણું સબસ્ક્રિપ્શન

બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs): 34.98 ગણું સબસ્ક્રિપ્શન

રિટેલ રોકાણકારો: 7.76 ગણું સબસ્ક્રિપ્શન

કર્મચારીઓ: 15.39 ગણું સબસ્ક્રિપ્શન

આ પણ વાંચો: RBIએ એકી સાથે આમ આદમીને હલાવી નાખનારા કર્યાં 5 મોટા એલાન, હાલ જાણો શું થયું?

રિટેલ રોકાણકારો માટે એક લોટમાં 18 શેર હતા. જેના માટે ઓછામાં ઓછું 14,400 રૂપિયાનું રોકાણ જરૂરી હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nsdl ipo listing nsdl ipo nsdl share price

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ