ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આજની દુનિયામાં સ્ત્રી પુરુષ સમોવડી બની છે. પુરુષના ખભેથી ખભો મેળવીને ચાલે છે. આજે એવુ કોઇ કામ નથી જે મહિલાઓ ન કરી શકે. દરેક કામમાં સ્ત્રીઓ અવ્વલ જ હોય છે. દેશ ચલાવવાથી લઇને અંતરિક્ષમાં જવા સુધી મહિલાઓ ઘણા ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાને છે. ત્યારે એક મહિલાનો ટ્રક ચલાવતો વીડિયો વાયરલ થયો છે. આઇએએસ અધિકારી અનવીશ શરણે આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. ત્યારે આવો જાણીએ આ વીડિયોમાં શું છે ખાસ ?
IAS અધિકારીએ વીડિયો કર્યો પોસ્ટ
ADVERTISEMENT
IAS અવિનાશ શરણે ક્લિપના કેપ્શનમાં લખ્યું, 'ટ્રકને આનાથી શું મતલબ કે તેને પુરુષ ચલાવે છે મહિલા ? દિલ છૂ નારો આ વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. નેટિજન્સ મહલાની સરાહના કરી રહ્યા છે અને કમેન્ટ બોક્સ ફાયર ઇમોજી અને હાર્ટ શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે અમને મહિલા પર ગર્વ છે. અન્ય યુઝરે કહ્યું, 'લેડી ડ્રાઈવરનું સ્મિત અદ્ભુત છે.' ત્રીજા યૂઝરે લખ્યું, 'મહિલા ડ્રાઈવરનું કોન્ફિડન્સ લેવલ ઘણું ઊંચું છે. શુભેચ્છાઓ.'
ADVERTISEMENT
ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022
ADVERTISEMENT
અગાઉ પણ પોતાની માર્કશીટ કરી હતી પોસ્ટ
IAS અવનીશ શરણ અવારનવાર પ્રેરણાદાયી પોસ્ટ શેર કરતા રહે છે. થોડા સમય પહેલા તેમણે ટ્વિટર પર તેમની ધોરણ 10ની માર્કશીટની એક તસવીર શેર કરી હતી, જેણે ઇન્ટરનેટ પર હોબાળો મચાવ્યો હતો. 1996માં બિહાર બોર્ડમાંથી તેની પરીક્ષા પાસ કરી હતી. તેણે એ પણ જાહેર કર્યું કે તેણે 44.85%ના અંતિમ સ્કોર માટે મહત્તમ 700માંથી 314 અંક મેળવ્યા હતા. તેમની પોસ્ટે ઘણાને પ્રેરણા આપી, પરંતુ તેનાથી લોકોને પ્રશ્ન પણ થયો કે યુનિયન પબ્લિક સર્વિસ એક્ઝામિનેશન (UPSC)માં ઓછા માર્ક્સ હોવા છતાં IAS અધિકારી કેવી રીતે પસંદ થયા. તેમના ટ્વીટને હજારો લાઈક્સ અને શેર મળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ