બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Kriti Sanon tests positive for COVID 19 says she is feeling fine

બૉલીવુડ / અભિનેત્રી ક્રિતી સેનન આવી કોવિડ પોઝિટિવ; પોતાની તબિયત વિષે કરી આ જાણ

Published By: Shalin

Last Updated: 03:32 PM, 9 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડ અભિનેત્રી ક્રિતી સેનને આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

નોંધનીય છે કે તેની કોરોના પોઝિટિવ હોવાના ખબરો થોડા સમયથી ચર્ચાઈ રહી હતી એવામાં અભિનેત્રી સામે ચાલીને સ્પષ્ટતા કરી દીધી હતી કે તે કોરોના પોઝિટિવ છે. 

તેણે સવારે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકીને તેમાં લખ્યું હતું કે તે સૌને ઇન્ફોર્મ કરવા માંગે છે કે તે કોરોના પોઝિટિવ છે. તેણે તેના ચાહકોને ચિંતા ન કરવાની વિનંતી કરતા કહ્યું છે કે તેની તબિયત હાલ સ્થિર છે અને તેણે BMC અને ડોક્ટરની સલાહ પ્રમાણે પોતાને ક્વોરનટાઈન કરી લીધી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

તેણે કહ્યું કે તેને વિશ્વાસ છે કે તે આ સંકટમાંથી બહાર આવી જશે અને પુરતો આરામ લઈને ફરીથી પોતાનું કામ શરુ કરી દેશે. તેણે સૌએ પાઠવેલી શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે લોકોની દુઆઓ કામ કરી રહી હોય એમ લાગે છે. તેણે ચાહકોને સુરક્ષિત રહેવામાં માટે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે મહામારી હજુ પૂર્ણ નથી થઇ. 

નોંધનીય છે કે ક્રિતી હાલ ચંડીગઢ રાજકુમાર રાવ સાથે ફિલ્મનું શુટિંગ કરી રહી હતી. તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા જ તે મુંબઈ પાછી ફરી હતી.   

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood covid positive કોરોના પોઝિટિવ ક્રિતી સેનન બૉલીવુડ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ