બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:29 AM, 27 February 2024
ફેબ્રુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયુ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. આ અઠવાડિયુ 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી રહેશે. જ્યોતિષ મુજબ આ અઠવાડિયુ થોડું ખાસ છે. કારણકે આ અઠવાડિયાની શરૂઆત ફાગણ મહિના, સંકષ્ટી ચતુર્થી અને યશોદા જયંતીથી થશે. આ અઠવાડિયામાં અમુક રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવનાઓ છે. આ સાથે કેટલાક જાતકોને સમસ્યાનો સામનો પણ કરવો પડશે. જાણો આ નવું અઠવાડિયુ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે.
ADVERTISEMENT
.jpg)
મેષ રાશિ
આ રાશિના જાતકોને ધનલાભ થવાની સંભાવનાઓ છે અને કારકિર્દીમાં સફળતા મળી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આ અઠવાડિયુ મેષ રાશિના જાતકો માટે સારું રહેશે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયુ ખૂબ જ સારું રહેશે. કારકિર્દીને લઈને પણ આ અઠવાડિયુ સારું રહેશે. તમારા અટકેલાં કામ થઈ શકે છે. ખર્ચ પણ નિયંત્રણ રાખો. તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો.
મિથુન રાશિ
કારકિર્દી અને પરિવારમાં કામને લઈને તણાવ જોવા મળશે. મહેનત કર્યા બાદ ધન મળી શકે છે. આ એક અઠવાડિયુ બની શકે તેટલો સમય તમારા પરિવાર સાથે રહો. વાહન ચલાવતા સમયે સાવધાની જાળવો.
ADVERTISEMENT
કર્ક રાશિ
અઠવાડિયાની શરૂઆતમાં આ રાશિના જાતકોને તણાવ રહેશે. અઠવાડિયાના મધ્ય સમયમાં તમારા કામમાં આવતી દરેક સમસ્યાઓ દૂર થશે. કારકિર્દીમાં સફળતા મળી શકે છે.

ADVERTISEMENT
સિંહ રાશિ
ધન અને કારકિર્દીને લઈને આ અઠવાડિયુ તમારા માટે સારું રહેશે. જરૂરી કામ થવામાં સમય લાગશે. તમારા સ્વાસ્થ્ય અને ગુસ્સા પર થોડું ધ્યાન આપો. પ્રવાસ પર જતાં સમયે થોડી સાવધાની જાળવો.
કન્યા રાશિ
આ અઠવાડિયુ તમારે વધુ મહેનત કરવી પડશે પરંતુ આ સાથે લાભ પણ થશે. તમને તમારી કારકિર્દીમાં એક મોટો ઉછાળો જોવા મળી શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની જાળવો અને તમારા માતા-પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
ADVERTISEMENT
તુલા રાશિ
સ્વાસ્થ્યને લઈને ચિંતાનું વાતાવરણ જોવા મળશે. તમારી મહેનત પ્રમાણે ધનલાભ જોવા મળશે. તમારા દરેક કાર્યમાં સુધાર જોવા મળશે. તમારા બાળકો પર થોડું ધ્યાન આપો. પ્રેમ સંબંધમાં થોડી ધીરજ રાખો.
વાંચવા જેવું: 18 વર્ષ બાદ એકઝાટકે બદલાઇ જશે આ 5 રાશિઓની કિસ્મત, બની રહ્યો છે બુધ-રાહુની યુતિનો અદભુત સંયોગ
ADVERTISEMENT
વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારું અટકેલું ધન પરત મળી શકે છે.
ધન રાશિ
પરિવારમાં સમસ્યાઓ દૂર થશે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આર્થિક સ્થિતિ સારી રહેશે. અઠવાડિયાના અંતમાં કારકિર્દીને લઈને નવી તક મળી શકે છે.
મકર રાશિ
માનસિક સમસ્યાઓ દૂર થશે. નોકરી કરતાં લોકોને નોકરીમાં બદલાવ જોવા મળશે. પરિવારને લઈને જવાબદારીઓ વધી શકે છે. ધન લાભ થવાની સંભાવનાઓ છે.
કુંભ રાશિ
તમારા સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. પૈસાનું દાન આપો. પ્રવાસ કરતાં સમયે ધ્યાન રાખો. કારકિર્દીમાં સફળતા મળી શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને ધન લાભ થઈ શકે છે. તમારી માનસિક સ્થિતિમાં સુધાર જોવા મળશે. નોકરી કરતાં લોકોને બદલાવ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.