બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / know how magh mela is celebrated

પ્રયાગરાજ / મોબાઈલ, લેપટોપ, ફ્રિજ... માઘ મેળામાં પુરોહિતોને દાનમાં મળી એવી એવી વસ્તુ, જાણીને લાગશે નવાઈ

Khevna

Last Updated: 11:58 AM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રયાગરાજમાં દર વર્ષે થનાર માઘ મેળો અત્યંત મશહૂર છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહી એક મહિનાના કલ્પવાસમાં રહેવા આવે છે.જાણો કલ્પવાસ વિષેની રસપ્રદ વિગતો

  • શું છે કલ્પવાસ? 
  • કલ્પવાસીઓ કરે છે દાન 
  • દાનમાં સ્કૂટી, લેપટોપ તથા ફ્રિઝ 

પ્રયાગરાજમાં દર વર્ષે થનાર માઘ મેળો અત્યંત મશહૂર છે. આ મેળામાં હિસ્સો લેવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહી એક મહિનાના કલ્પવાસમાં રહેવા આવે છે. કલ્પવાસ પોષ પૂર્ણિમાથી માઘી પૂર્ણિમા સુધી એટલે કે માહના 11 માં દિવસથી શરુ થઈને માઘ માહના 12 દિવસ સુધી ચાલે છે. 

કલ્પવાસ કરવાવાળા લોકો એટલે કે કલ્પવાસી એક મહિના સુધી કડક નિયમોનું પાલન કરે છે. જેવી રીતે ભીષણ શિયાળામાં ઉઠીને બ્રહ્મ મૂરતમાં નહાવું, જમીન પર સુવું, સાદું ભોજન લેવું જેવા ઘણા નિયમો શામેલ છે. જે એકવાર કલ્પવાસનો સંકલ્પ લે છે તેને આ કામ ઓછામાં ઓછા 12 વર્ષો સુધી કરવું પડે છે. માન્યતા છે કે કલ્પવાસ કરવાથી કલ્પનું પુણ્ય પ્રાપ્ત થાય છે. 

કલ્પવાસીઓ કરે છે દાન 
પ્રયાગરાજના સંગમ પર કલ્પવાસ કરી રહ્યા લોકો અહીથી વિદાય લેતા પહેલા તીર્થ પુરોહિતોને પોતાના સામર્થ્ય અનુસાર દાન કરે છે. માન્યતા છે કે અહી જેટલું દાન આપવામાં આવે, પરલોકમાં તેટલું જ સુખ મળે છે. સમ્રાટ હર્ષવર્ધન તો આ દાન ક્ષેત્રમાં આવીને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરતા હતા. ત્યારથી જ દાનની આ પરંપરા ચાલી આવી રહી છે.

દાનમાં સ્કૂટી, લેપટોપ તથા ફ્રિઝ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે માઘ મેળામાં આવેલ શ્રદ્ધાળુ તીર્થ પુરોહિતોને દાનમાં સ્માર્ટફોન, સ્કૂટી, લેપટોપ, એલઇડી ટીવી, ફ્રિઝ જેવી વસ્તુઓ દાન કરી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં દેશ સિવાય વિદેશોથી પણ લોકો શામેલ થયા છે. આ પાછળ શ્રદ્ધાળુઓનું માનવું છે કે રોજીંદા વપરાશની વસ્તુઓ દાન કરવાથી પુરોહિતોને પણ લાભ થાય છે કેમકે તેઓ તેનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. 

અહીના પુરોહિતો જણાવે છે કે સમય સાથે દાન પરંપરામાં મોટા બદલાવો આવી રહ્યા છે. પહેલાના સમયમાં અમીર લોકો હાથી, ઘોડા દાનમાં આપતા હતા, જ્યારે શ્રદ્ધાળુ પોતાના સામર્થ્ય અનુસાર દૈનિક ઉપયોગમાં આવતી વસ્તુઓ દાન કરતા હતા. ઘણી વાર કલ્પવાસી તીર્થ પુરોહિતોને તેમની જરૂરીયાતની વસ્તુઓ વિષે પૂછવામાં પણ આવે છે. એટલે તેઓ તેમની જરૂરીયાત મુજબ એ વસ્તુ જ દાન કરી શકે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ