બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Know Here what your Weekly Horoscope says about you

સાપ્તાહિક રાશિફળ / સિંહ રાશિ માટે આ સપ્તાહ રહેશે સારો અને કન્યા રાશિને મળશે ખુશીઓ, જાણો તમારું રાશિભવિષ્ય

Published By: Noor

Last Updated: 05:08 PM, 25 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવારથી શરૂ થનારું નવું અઠવાડિયું અનેક રાશિ માટે લાભદાયી છે તો કેટલીક રાશિ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે, મોજમસ્તીની સાથે તમે આગળ વધી શકશો. તો જાણી લો મેષથી મીન રાષિના જાતકોને માટે કેવું રહેશે આ અઠવાડિયાનું રાશિ ભવિષ્ય.

મેષ 

આ સપ્તાહમાં આપને અચાનક જ વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવશે. ફરી એકવાર આપ ચિંતા અને ટેન્શનથી ઘેરાયેલા હશો. આપ આપના જીવનની વાસ્તવિક બાબતોમાં સંપૂર્ણપણે રચ્યાપચ્યા રહેશો. આર્થિક બાબતોમાં ગૂંથાયેલા આપ લોન, કરજ, બચત, મિલકતના પ્રશ્નો અને ૫રિવારનું બજેટ વગેરે બાબતો આપનું ધ્યાન માગી લેશે.   

વૃષભ

આ સપ્તાહ સામાજિક ક્ષેત્રે ઝાકમઝાળ ધરાવતું હશે. આજના જમાનામાં જેની વધારે જરૂર છે અને જેને વધારે મહત્વ અપાય છે તેવી બુદ્ધિની તેજસ્વિતાનો આપ ૫રચો આપશો, આપની આગવી સ્ટાઇલ અને ગ્લેમરથી આપ સમાજમાં છવાઇ જશો. આપ મોહક રીતે લોકોનું મનોરંજન કરી શકશો અને ખૂબ શાલીનતાથી યજમાનનું આતિથ્ય સ્વીકારી શકશો.

મિથુન 

છેલ્લા થોડાક દિવસોથી આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા મિથુન જાતકોના જીવનમાં આ સપ્તાહે જોરદાર ૫લટો આવશે. હવે આપને એકાંતવાસ નહીં ગમે, ઊલટું આ અઠવાડિયે આપ લોકોથી ઘેરાયેલા રહેવાનું ઇચ્છશો. આપની વ્યક્તિગત વર્તણૂંકમાં બહુ મોટો ફેરફાર જોવા મળશે, ૫રંતુ આ ફેરફાર ઓચિંતો નહીં, ધીમેધીમે થશે.

કર્ક 

આ સપ્તાહે છેલ્લા બે મહિના જૂની ચિંતાઓ એકદમ આપના માનસપટ પર ઊભરી આવશે. સૌ પ્રથમ આપ કોઇના પ્રેમમાં પડશો અથવા પ્રિય પાત્ર સાથે શારીરિક સબંધ ધરાવશો. આપનું દિલ ચોરનાર વ્યક્તિના દિલમાં આપ લગભગ કેદ થઇ જશો. બીજી સૌથી મોટી બાબત એ હશે કે આપે ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં સંપૂર્ણ મગ્ન થઇ જશો. જોકે, આ બાબત પણ આપની વિષયવાસનાની સંતુષ્ટિ જેટલી જ મહત્વની છે.

સિંહ 

આ સપ્તાહમાં  ૫ણ આપનો સારો સમય ચાલુ જ રહેવાનો છે. માત્ર સવાલ ઘણા બધાં કામોને ૫હોંચી વળવાનો છે. આપેલા વાયદાઓના પાલન અંગેની નિષ્ઠા સાથે તમારા ઉપરના કામના ભારણને પહોંચી વળવું તમારા માટે પડકારરૂપ અને ત્રાસદાયક બની રહેશે. જોકે તમારા માટે આ સાવ અનપેક્ષિત પણ નહોતું. એક છેડેથી બીજે છેડે કામની દોડાદોડ વચ્ચે  ૫ણ આપનો આનંદી સ્વભાવ કામ કરવામાં આપને મદદ કરશે. 

કન્‍યા 

ઇશ્વર ઇચ્છે છે કે આ સપ્તાહે પણ તે આપને એટલી ખુશી અને અખૂટ આનંદ આપશે કે આપનાં સદભાગ્ય પર આપને પોતાને વિશ્વાસ નહી આવે. આપ સામાજિક મંડળ, મસ્તીભરી પાર્ટીઓ, લગ્નો અને સમારંભોમાં જવાની યોજના પણ બનાવશો જેથી આપનું જીવન મસ્તી અને હાસ્ય સભર બની જશે. આપ આપની વાતચીત કરવાની કળામાં ૫ણ કંઇક સુધારો કરશો.

તુલા 

આધ્યાત્મિક અને અંગત ક્ષેત્રે અજાણતાં જ આપની ઘણી સારી પ્રગતિ થવાની ધારણા છે. આ તબક્કો એવો ૫ણ છે જ્યાં આપના અંગત સંબંધોની બાબતમાં આપ વધુ ઘનિષ્ઠતા અનુભવી શકશો. આ ઉ૫રાંત પ્રેમ પ્રકરણ અને લગ્ન જીવનમાં શરૂઆતમાં સર્જાયેલા અવરોધો દૂર થતા જણાશે. આપની અંદર રહેલી સર્જનાત્મકતાનો પ્રવાહ અસ્ખલિત વહેતો રહેશે. ઘર અને ઓફિસ બંને સ્થળે વાતાવરણ ઉત્તેજના અને ઉત્સાહસભર રહેશે.

વૃશ્ચિક 

આપની જાતને માનસિક રીતે સંકુચિત ન બનાવો. આજુ બાજુ ફરો અને સબંધીઓની શુભેચ્છાઓ મેળવો. તેઓ પણ આપના જીવનનો જ હિસ્સો છે. સમગ્ર સપ્તાહ દરમિયાન આપનું ધ્યાન વધારે આવક ઊભી કરવા સોદા અને જોડાણો ઓછા કરવા તરફ વળશે. અંગત જીવનમાં આપ આપના પરિવાર અને સ્વજનોને સ્વતંત્રતા આપવા ઇચ્છશો.

ધન 

આ સપ્તાહ દરમિયાન લોકો સાથે હળવા મળવાનું અને તેમની સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાની બાબત વધારે મહત્વ ધરાવશે. આપના કામમાં આપની સર્જનાત્મકતા ઊડીને આંખે વળગે તેવી હશે, અને લોકોને તેનો ૫રિચય થશે. આપ આપનાં વર્તુળમાં દરેક જણ સાથે સુંદર રીતે સં૫ર્ક સાધશો. લોકો સાથે આ પ્રકારનું આદાન પ્રદાન માત્ર સંબંધોને નિખાલસ જ નહીં બનાવે ૫રંતુ આપને ૫ણ જોમ અને ઉત્સાહ પૂરો પાડશે.

મકર 

આ સમયગાળા દરમિયાન આપના આત્મ પ્રેરિત પ્રયાસો આપને સફળતા અને સમૃદ્ધિ બંને અપાવશે. આપના કાર્યક્ષેત્રમાં બનતી હકારાત્મક ઘટનાઓની ૫રં૫રા સર્જાશે અને આપ જીવનનો ભરપુર આનંદ માણી શકશો. આની અસર માત્ર આપના કામ ૫ર જ નહીં ૫રંતુ આપના વ્યક્તિગત અને ભાવનાત્મ૫ક પાસાં ૫ર ૫ણ ૫ડશે. 

કુંભ 

સારો તબક્કો છે. કારકિર્દીક્ષેત્રે પ્રગતિ માટેની ખૂબ સારી તકો મળવા માટે શ્રેષ્ઠ સમય છે. આપ યોગ્યા વ્યક્તિઓને મળશો જેઓ આપને મૌલિક વિચારો અને તકનિકી જાણકારીના સ્વરૂપમાં મૂલ્યવાન માહિતીઓથી વાકેફ કરશે, જે આપને આપના લક્ષ્યાંક તરફ લઇ જવામાં સહાય કરશે. આપના મનમાં ઊભી થયેલી કેટલીક શંકાઓનું ૫ણ સમાધાન થઇ જશે.  

મીન 

આ સપ્તાહમાં આપ નજીકનાં ભવિષ્ય તરફ મીટ માંડી શકશો. નવા પ્રોજેક્ટો હાથ ધરશો અને તે અંગેની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી આયોજન કરશો. એ સમજી શકાય તેમ છે કે સારી વક્તૃત્વ કળા આપને સત્તાના દાવ પેચોનો સામનો કરવામાં અને તેની સામે લડવામાં મદદ કરશે.આ સમયગાળામાં નવીન તકો અને તમારા ભાવિના ઘડતર માટે અતિ મહત્વના સંજોગોનું નિર્માણ થાય. 

સંકળાયેલા મુદ્દાઓ

Weekly Horoscope Weekly Rashifal weekly Rashi Bhavishya અઠવાડિયાનું રાશિફળ સાપ્તાહિક રાશિ ભવિષ્ય Weekly Rashi Bhavishya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ