બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Know about Gujarats special polling booths with 100% voting first
ADVERTISEMENT
આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. એવામાં આજે આપણે એક એવા મતદાન મથકની વાત કરીશું જ્યાં સૌથી પહેલા 100% મતદાન થાય છે. આ મતદાન મથક જંગલની વચ્ચે છે.
.jpg)
ADVERTISEMENT
15 વ્યક્તિનો સ્ટાફ ઉભુ કરે છે ઈલેક્શન બુથ
અમે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના વનવોટર બૂથની, જ્યાં સંત હરિદાસ બાપુએ મતદાન કર્યું છે. આ એક માત્ર મતદાન કેન્દ્ર છે જ્યાં એક વ્યક્તિના મતદાન માટે 15 વ્યક્તિ જેટલો ઈલેક્શનનો સ્ટાફ બુથ ઉભુ કરે છે. ગીરના જંગલની મધ્યમાં આવેલા આ બાણેજા આશ્રમના મહંત હરિદાસ બાપુ ત્યાં આવીને અચૂક મતદાન કરે છે.
.jpg)
ADVERTISEMENT
હરિદાસ બાપુએ કર્યું મતદાન
હરિદાસ બાપુ એકમાત્ર વોટર હોવાના કારણે તેમનો વોટ ગુપ્ત રહેતો નથી એ વાત પણ રસપ્રદ છે. એટલું જ નહીં આ સ્ટાફના રહેવા જમવાની સુવિધા પણ હરિદાસ બાપુ કરે છે. એકમાત્ર વોટર હોવાના કારણે અહીં સૌથી પહેલા 100 ટકા મતદાન પૂર્ણ કરનાર બૂથ બાણેજનું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.