બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / kl rahul india vs england virender sehwag record sunil gavaskar indian cricket team

સિદ્ધી / નાના ટેસ્ટ કરિયરમાં રાહુલનો મોટો કમાલ, ધ્વસ્ત કર્યો 31 વર્ષ જૂનો રેકૉર્ડ

Published By: Premal

Last Updated: 01:05 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામે લોર્ડસમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે સદી ફટકારી પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડની સરખામણી કરી લીધી છે. રાહુલ બીજી ટેસ્ટ મેચમાં 127 રન બનાવી અણનમ રહ્યાં છે.

  • લોર્ડસમાં રમાતી બીજી ટેસ્ટમાં કેએલ રાહુલનો આક્રમક દેખાવ
  • રાહુલે સદી ફટકારી પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડની કરી સરખામણી
  • સહેવાગના નામે ઓપનર તરીકે એશિયા બહાર 4 સદીનો રેકોર્ડ

રાહુલ એશિયા બહાર સૌથી વધારે સદી ફટકારનારો ખેલાડી
કેએલ રાહુલે અત્યાર સુધી એક છગ્ગો અને 17 ચોગ્ગા ફટકાર્યા છે. ભારતીય ટીમે ગુરૂવારે 276 રન બનાવી ત્રણ વિકેટનું નુકસાન સહન કર્યુ છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે સદી ફટકારી એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઓપનર તરીકે કેએલ રાહુલ એશિયાની બહાર સૌથી વધારે સદી ફટકારવા મામલે સહેવાગની સરખામણીએ પહોંચી ગયો છે. સહેવાગે ઓપનર તરીકે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એશિયા બહાર 4 સદીનો રેકોર્ડ બનાવ્યો છે.

હવે રાહુલે પણ એશિયા બહાર 4 સદી બનાવી ઓપનર તરીકે સહેવાગના રેકોર્ડની સરખામણી કરી લીધી છે. રાહુલે આ સંદર્ભે રવિ શાસ્ત્રીને પણ પાછળ ધકેલી દીધા છે. શાસ્ત્રીના નામે ઓપનર તરીકે એશિયાની બહાર 2 સદી બનાવવાનો રેકોર્ડ છે. રાહુલ અને સહેવાગની આગળ સુનીલ ગાવસ્કર છે, જેમણે એશિયાની બહાર ઓપનર તરીકે 15 સદી બનાવી છે.

રાહુલે ધ્વસ્ત કર્યો 31 વર્ષ જૂનો રેકોર્ડ
રાહુલ લોર્ડસમાં 31 વર્ષ જૂના ભૂતકાળને સમાપ્ત કરી આ ઐતિહાસિક મેદાન પર 1990 બાદ સદી બનાવનારો પ્રથમ ભારતીય ઓપનર બન્યો. રાહુલ પહેલાં પૂર્વ ભારતીય ઓપનર વીનૂ માકંડે વર્ષ 1952માં લોર્ડસમાં સદી ફટકારી હતી. ત્યારબાદ ભારતના કોચ રવિ શાસ્ત્રીએ વર્ષ 1990માં લોર્ડસમાં સદી બનાવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

India vs England KL Rahul Ravi Shashtri virendra sehwag Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ