બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:05 PM, 30 July 2023
ADVERTISEMENT
કળિયુગના કુબેર કહી શકાય તેવા વિશ્વના સૌથી અમીર રાજા, જેની પાસે માત્ર અપાર સંપત્તિ સાથે મોટી સંખ્યામાં વિમાન અને સેંકડો લક્ઝરી વાહનોનો કાફલો છે. આ રાજાનું નામ છે. મહા વજીરાલોંગકોર્ન છે. જે થાઈલેન્ડના રાજા રામા X ના નામેં ઓળખાય છે. થાઈલેન્ડના રાજા બન્યા બાદ તેઓ વિશ્વના સૌથી અમીર રાજાની યાદીમાં સામેલ થયા છે અને તેઓની પાસે આભૂષણો અને હીરાનો જાણે ખજાનો છે.
ADVERTISEMENT
આટલી જમીનના માલિક છે રાજા
રાજા રામની કુલ સંપત્તિ 3.2 લાખ કરોડ રૂપિયા હોવાનું બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટમાં જણાવાયુ છે.જેમની મિલકતનો મોટો હિસ્સો ક્રાઉન પ્રોપર્ટી બ્યુરોમાં રાખવામાં આવી છે. હજારો એકર જમીનની મોટાભાગની કંપનીઓની નિર્માણ થયું છે. ભાડૂતો પણ કેટલીક જમીનો પર રહે છે. અહેવાલ મુજબ, થાઇલેન્ડના રાજા પાસે 6,560 હેક્ટર (16,210 એકર) જમીન છે. 40,000 ભાડા કરાર કરવામાં આવ્યા છે. આ તમામ મિલકતો ક્રાઉન પ્રોપર્ટી બ્યુરો હેઠળ છે, જેને રાજાએ 2017માં તેમના નિયંત્રણ હેઠળ મુકી હતી. ખાલી બેંગકોકમાં, ક્રાઉન પ્રોપર્ટી બ્યુરો 1,328 હેક્ટરની માલિકી ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજા પાસે વિશ્વનો દુર્લભ હીરો
ADVERTISEMENT
થાઈલેન્ડના રાજા રામા X પાસે વિશ્વનો દુર્લભ હિરો પણ છે. 545.67 કેરેટના અઅઅ હીરાનું નામ બ્રાઉન ગોલ્ડન જ્યુબિલી ડાયમંડ છે.જેની કિંમત $12 મિલિયન સુધીનો અંદાજ છે. 7.3 કિલો સોનાનો અને રત્નોથી ઝડિત મુગટ પણ છે. ખાસ વાત એ છે કે આ રાજા પાસે કુલ 38 એરક્રાફ્ટ છે અને ઘણા હેલિકોપ્ટર પણ છે. જેમાં ચાર બોઇંગ અને ત્રણ એરબસ કોમર્શિયલ એરક્રાફ્ટ, ત્રણ સુખોઇ સુપરજેટ 100, ચાર નોર્થ્રોપ F5-E લાઇટ કોમ્બેટ જેટ અને 21 હેલિકોપ્ટર પણ છે. તેના રાખરખાવ અને ઇંધણનો ખર્ચ લગભગ $64 મિલિયન (રૂ. 5,26 કરોડ) છે. તેમજ 300 લક્ઝરી કાર પણ છે. રાજાએ અત્યાર સુધીમાં ચાર લગ્ન કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.