બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / kartik aaryan shares funny bts video from the set of pati patni aur woh bhumi pednekar ananya pandey wig
ADVERTISEMENT
કાર્તિકે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ, પત્ની ઔર વો ફિલ્મનો BTS વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં કાર્તિક, ભૂમિ અને અનન્યા અંખીયો સે ગોલી મારે ગીતનું શુટિંગ કરી રહ્યાં હતા. પ્રોપર ગેટઅપ અને ક્રુ ની સામે ઉભા રહીને ડાન્સ શરુ કરે છે, તો સૌથી પહેલા તે ભૂમિ અને અનન્યા વાળ પર હાથ ફેરવે છે અને બનેના વાળમાંથી વિગ નીકળતાં નજરે આવી રહ્યા છે. ગીતનું આ ફની સિક્વન્સ ચાહકોને પણ પસંદ આવી રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભોજપુરી વર્ઝનમાં શેર કર્યો હતો ફની વિડીયો
કાર્તિકે આ વિડીયો શેર કરતાં મજાકિયા અંદાજમાં કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું. 'તેરે લંબે લંબે કાલે કાલે, નાગિન સે બાલ રે.' તાજેતરમાં જ કાર્તિકે આવો જ એક ફની વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં તે ભોજપુરી ગીત રીન્કીયા કે પાપા પર અલગ અલગ શોટ્સમાં હસતા નજર આવી રહ્યા છે.જણાવી દઈએ કે કાર્તિકની મુવી પતિ, પત્ની ઔર વો બોક્સ ઓફીસ પર હીટ સાબિત થઇ છે. આ રોમાન્ટિક કોમેડી એ ૩ સપ્તાહમાં લગભગ ૮૦ કરોડનું બોક્સ ઓફીસ કલેક્શન કરી લીધું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
કાર્તિકની અપકમિંગ મુવીમાં ઈમ્તિયાજ અલીની ફિલ્મ પણ શામિલ છે. આ મુવીમાં તે સારા અલી ખાનની સાથે કામ કરી રહ્યાં છે. આ મુવી લવ આજ કલનું સિકવલ છે. આ સિવાય કાર્તિકની આગામી ફિલ્મોમાં ભુલ ભુલૈયા 2 અને દોસ્તાના 2 પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.