બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / karsanbhai patel nirma hometown ruppur patan smart village
મારુ ગામ મારી નજરે કેવું હોય ? આ પ્રશ્નનનો જવાબ આપવાનો દ્રઢ નીર્ધાર આ ગામના વતની અને ગામદાતાઓએ કરી લીધો છે. સરકારની દરકાર કર્યા વગર ગામના પનોતાપુત્રોએ પોતાના ગામને ખરા અર્થમાં ગોકુળિયું બનાવવાનું બીડું ઝડપ્યું છે અને પોતાના ગામને ગુજરાતનું સૌથી પહેલું ડસ્ટ ફ્રી ગામ બનાવાનો સંકલ્પ લીધો છે. આ વાત છે પાટણ જિલ્લાના રૂપપુર ગામની.
ADVERTISEMENT
નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ આ ગામના જ વતની છે
ADVERTISEMENT
નોંધનીય છે કે નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ આ ગામના જ વતની છે અને આ ગામના વિકાસમાં અને ગામને ઉત્તમ સગવડતા પુરી પાડવામાં હંમેશા તેમનો સાથ સહકાર રહ્યો છે. આ સાથે ગામના બીજા દાતા ખોડાભાઈ પટેલે છેટ વિદેશમાં રહીને પણ ગામને રૂડું બની રહે એ માટે ગામને અને ગ્રામજનોને સુંદર મજાના તળાવની ભેટ આપી છે .
આખા ગામમાં અને ઘર ઘર સુધી પેવર બ્લોક પાથરી દીધા
ADVERTISEMENT
આ સાથે જ ગામના અન્ય યુવાન દાતા પી.એસ.પટેલે તો ગામનો નકશો જ બદલવાનો નિર્ણય લઇ લીધો. આ માટે ગામજનો સાથે મિટિંગ કરીને અધધ ખર્ચો કરીને કામગીરી પણ શરુ કરી દીધી અને આખા ગામને ડસ્ટફ્રી બનાવા અને ચોમાસામાં પણ કાદવ કીચડ ના થાય એ માટે આખા ગામમાં અને ઘર ઘર સુધી પેવર બ્લોક પાથરી દીધા તેમજ ગામમાં હાઈટેક લાઇટિંગ ,મોર્ડર્ન ડ્રેનેજ સિસ્ટમ, પ્લાન્ટેશનની પણ સુવિધા પુરી પાડવામાં આવી.
આ બધું જોઈને અન્ય ગામના લોકોને અદેખાઈ થતી હશે અને થવી પણ જોઈએ તો જ કદાચ રૂપપુર ગામની જેમ એમના ગામમાં પણ વિકાસના પાયા નખાશે પણ વાસ્તવિકતામાં આવા કર્મવીર દાતાઓના વિચાર અને કામગીરી ખોબલે ખોબલે વધાવી લેવાનું મન થઇ જાય છે.
ADVERTISEMENT
બોલો આવા ગજબ ગામડાઓ છે આપણા ગુજરાતમાં અને તમારી આજુબાજુમાં પણ!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.