ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Kapil Sharma reportedly charges 50 lakh per episode

મનોરંજન / કપિલ શર્મા એક એપિસોડની લે છે એટલી મસમોટી ફી કે જાણીને મગજ ચકરાઈ જશે

Published By: Shalin

Last Updated: 06:26 PM, 21 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માની હ્યુમરના આજે દરેક લોકો દિવાના છે. કપિલની લોકપ્રિયતા છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી વધી છે.

ADVERTISEMENT

આજે કપિલનો શો 'કપિલ શર્મા શો' ટોપ ટીવી શોની સૂચિમાં શામેલ છે, પરંતુ આજ સુધી એક સવાલ હંમેશા તેના ચાહકોના મનમાં રહ્યો છે કે કપિલની કમાણી કેટલી છે? તે એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે?

તો ચાલો આજે તમને આ સવાલનો જવાબ પણ આપીશું. લાફ્ટર ચેલેન્જથી લઈને સોની ટીવી પરના કોમેડી ડ્યૂઓ શો સુધી કપિલ મનોરંજનના બિઝનેસમાં ઘણો આગળ નીકળી ગયો છે અને નિઃશંકપણે ટીવી પર સૌથી વધુ ડિમાન્ડિંગ ચહેરો બની ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ 'ધ કપિલ શર્મા શો' માટે ભારે ફી લે છે. કપિલ 'ધ કપિલ શર્મા શો'ના વીકએન્ડ એપિસોડ માટે આશરે 1 કરોડ રૂપિયા લે છે. 'ધ કપિલ શર્મા શો'ના બે એપિસોડ શનિવાર અને રવિવારે દર અઠવાડિયે પ્રસારિત થાય છે. કપિલ દરેક એપિસોડ માટે 50 લાખ લે છે

આ જ અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે કપિલે તેની આ સીઝનમાં ગત સિઝન કરતા 30 ટકા ફી વધારો કર્યો છે. આ સિવાય અહેવાલો મુજબ કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહની ફી કપિલની ફી કરતા ઘણી ઓછી છે.

કૃષ્ણા અભિષેક અને ભારતી સિંઘને વિકેન્ડ એપિસોડ માટે લગભગ 10-12 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. આ સ્પષ્ટ રીતે કપિલ શર્માની લોકપ્રિયતા દર્શાવે છે. શોના આવતા એપિસોડમાં હિમેશ રેશમિયા, આદિત્ય નારાયણ અને વિશાલ દદલાણી મહેમાન તરીકે જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kapil Sharma the kapil sharma show કપિલ શર્મા ધ કપિલ શર્મા શો entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ