બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kapil sharma and ginni chatrath karwa chauth celebrations photos comedian kiss his wife

Viral / કરવા ચોથ પર રોમેન્ટિક અંદાજમાં દેખાયો કપિલ શર્મા, પત્ની ગિનીને કિસ કરતી તસવીરો શેર કરી

Published By: Noor

Last Updated: 09:22 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડી કિંગ કપિલ શર્માએ પત્ની ગિની ચતરથ સાથે કરવાચૌથ પર ખૂબ જ રોમેન્ટિક અને સુંદર તસવીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

  • કોમેડી કિંગ કપિલ શર્માએ પત્ની ગિની ચતરથ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી
  • કપિલે કરવાચૌથ પર શેર કરી તસવીરો
  • આ તસવીરો વાયરલ થઈ રહી છે

કપિલ ઘણીવાર તેના કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'માં આવતી અભિનેત્રીઓ સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે. કપિલનો દીપિકા પાદુકોણ પ્રત્યેનો પ્રેમ પણ જગજાહેર છે. પરંતુ કપિલ ભાગ્યે જ તેની રિયલ લેડી-લવ એટલે કે ગિની ચતરથ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. જ્યારે તેની માતા ઘણીવાર કપિલના શોમાં ઓડિયન્શમાં બેઠેલી જોવા મળે છે, ગિની ક્યારેય કપિલના શોમાં જોવા મળી નથી. પરંતુ આ કરવચૌથ 2021 પર કપિલ શર્મા તેની પત્ની સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kapil Sharma (@kapilsharma)

લગ્ન બાદ 2 બાળકોના પિતા બનેલા કપિલે તેની પત્ની સાથે કરવાચૌથની ઉજવણીની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં કપિલ પત્ની ગિનીને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં ગિની લાલ સૂટમાં જોવા મળે છે. બીજી તરફ કપિલ બ્લેક ટી-શર્ટ સાથે સફેદ સૂટમાં જોવા મળી રહ્યો છે. તમે પણ કપિલ અને ગિનીની આ સુંદર રોમેન્ટિક તસવીરો જુઓ.

કપિલ અને ગિનીની આ તસવીરો પર ઘણાં સેલિબ્રિટી અને કપિલના ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે. કપિલે આ તસવીરોના કેપ્શનમાં એમ પણ કહ્યું છે કે લગ્ન બાદ તેની પત્ની સાથે મોબાઈલ પર કરાયેલું આ તેનું પહેલું ફોટોશૂટ છે. 

તમને જણાવી દઈએ કે કપિલ અને ગિનીના લગ્ન ડિસેમ્બર, 2018માં અમૃતસરમાં થયા હતા. તેના લગ્ન પછી કપિલે ફરીથી ટીવી પર કમબેક કર્યું અને તેના શોમાં જોવા મળી રહ્યો છે. લગ્નની ફર્સ્ટ એનિવર્સિરી પહેલાં જ તે એક પુત્રીનો પિતા બની ગયો હતો. બીજા જ વર્ષમાં કપિલને એક દિકરો થયો. કપિલની પુત્રીનું નામ અનાયરા અને દિકરાનું નામ ત્રિશાન છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ginni Chatrath Kapil Sharma karwa chauth celebrations Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ