ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 01:53 PM, 30 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સીએમ એકનાથ શિંદે સાથે શનિવારે કંગના કરશે મુલાકાત
બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત મહારાષ્ટ્રનાં સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરશે. તે એકનાથ શિંદેને તેમના સરકારી આવાસમાં શનિવારે મળશે. કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને ચર્ચાઓમાં રહે છે. તેમણે ઘણા એવા નિવેદનો આપેલા છે જ્યાર બાદથી તેમના અને શિવસેના વચ્ચે આરોપ અને પ્રત્યારોપ જોવા મળ્યા હતા. કંગનાએ ઘણી વાર ઉદ્ધવ ઠાકરે સરકાર પર નિશાનો પણ સાધ્યો હતો.
ADVERTISEMENT
કંગના રનૌતે સુશાંત સિંહ રાજપૂતનાં નિધનના મામલામાં પણ ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધ્યો હતો, જ્યાર બાદથી શિવસેના અને કંગના વચ્ચે જબરદસ્ત આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો હતો.
.jpg)
ADVERTISEMENT
એકનાથ શિંદેને આપ્યા હતા અભિનંદન
એકનાથ શિંદેનાં મુખ્યમંત્રી બનવા પર કંગનાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એકનાથ શિંદેની તસવીર શેર કરતાં લખ્યું હતું કે સફળતાની વાર્તા પ્રેરણાદાયક છે.... ગુજરાન ચલાવવા માટે ઓટો રિક્ષા ચલાવવાથી લઈને દેશનાં સૌથી મહત્વપૂર્ણ અને શક્તિશાળી લોકોમાંના એક બનવા સુધી... અભિનંદન સર.
શનિવારે કંગના રનૌત અને એકનાથ શિંદેની મિટિંગ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૌ કોઈની નજર આ મિટિંગ પર જ છે. લાંબા સમયથી કંગનાનાં રાજનીતિમાં પ્રવેશવાની અટકળો લગાવાઈ રહી છે. આવામાં એકનાથ શિંદેને મળવું મહત્વપૂર્ણ બની જશે. શનિવારની મુલાકાત બાદ જ જાણ થશે કે કંગનાએ શા માટે મહારાષ્ટ્ર સીએમ સાથે મુલાકાત કરી.
ADVERTISEMENT

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ઇમરજન્સીની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મને કંગના ખુદ જ ડાયરેક્ટ કરી રહી છે. આ ઉપરાંત કંગનાનાં જ પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ટીકૂ વેડ્સ શેરૂ પણ જલ્દી જ રીલીઝ થશે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્ધિકી અને અવનીત કૌર લીડ રોલમાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ