ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut got permanent stretch marks after increasing 20 kg weight for Thalaivi

બોલિવૂડ / કંગનાએ 'થલાઈવી' માટે વધાર્યું હતું 20 કિલો વજન, હવે તેને કાયમ માટે બોડી પર આવી ગયા સ્ટ્રેચ માર્ક્સ, જુઓ તસવીરો

Published By: Noor

Last Updated: 10:00 AM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગનાએ થલાઈવીમાં 6 મહિનામાં 20 કિલો વજન વધારી દીધું હતું, જેના કારણે હવે તેને આ પ્રોબ્લેમ થઈ રહી છે.

ADVERTISEMENT

  • કંગનાએ થલાઈવીમાં 6 મહિનામાં 20 કિલો વજન વધારી દીધું હતું
  • હવે કંગનાના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા છે
  • કંગનાએ 'થલાઈવી'માં જયલલિતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી છે

બોલિવૂડ 'ક્વીન' કંગના રાનૌત ફરી એકવાર પોતાની ફિલ્મ 'થલાઈવી' માટે ચર્ચામાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી જયલલિતાની બાયોપિક છે. કંગનાએ 'થલાઈવી'માં જયલલિતાનું પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી છે. હાલમાં જ કંગનાએ પોસ્ટ કરીને જણાવ્યું કે આ ભૂમિકા માટે તેણે 6 મહિનામાં 20 કિલો વજન વધારી દીધું હતું, જેના કારણે હવે તેના શરીર પર સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા છે.

કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એ સમય અને આજની તસવીરની તુલના કરી છે. તેણે ચાર ફોટાના બે કોલાજ બનાવીને શેર કર્યા છે. તસવીરો શેર કરતી વખતે તેણે જણાવ્યું કે ફિલ્મ માટે કંગનાએ માત્ર 6 મહિનામાં 20 કિલો વજન વધાર્યું હતું. ફિલ્મના શૂટિંગ બાદ જ્યારે અભિનેત્રીએ પોતાનું વધેલું વજન ઘટાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના શરીર પર ઘણાં સ્ટ્રેચ માર્ક્સ આવી ગયા હતા. તેણે લખ્યું, '6 મહિનામાં મેં 20 કિલો વજન વધાર્યું અને 6 મહિનામાં બધું જ ઓછું કરી દીધું, એ પણ 30 વર્ષની ઉંમરે મારા શરીરમાં ઘણી વસ્તુઓ ખરાબ થઈ ગઈ. મારા આખા શરીરમાં સ્ટ્રેચ માર્ક્સ છે, પણ કળા માટે એક કિંમત ચૂકવવી પડે છે. #થલાઇવી. 

તમને જણાવી દઈએ કે કંગના રાનૌતે ભૂતકાળમાં પણ જણાવ્યું હતું કે વજન વધવાને કારણે તેની પીઠમાં સમસ્યા થઈ ગઈ હતી. હકીકત શું છે એ તો માત્ર કંગના અને મેકર્સ જ જાણે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કંગના તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની ભૂમિકા ભજવી રહી છે, જે રાજકારણી બનતા પહેલાં તમિલ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતી અભિનેત્રી હતા. થલાઇવી એએલ વિજય દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ સિવાય કંગના પાસે 'ધાકડ', 'તેજસ' અને સીતા પણ છે, જેમાં તે ફરી એક પડકારરૂપ ભૂમિકામાં જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kangana Ranaut Thalaivi permanent stretch marks Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ