બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Just show your Aadhaar Card and get an LPG connection instantly check process details
ADVERTISEMENT
હવે કોઈપણ ગ્રાહક માત્ર આધાર કાર્ડ બતાવીને તરત જ LPG કનેક્શન લઈ શકે છે. ઇન્ડિયન ઓઇલએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે ગેસ કનેક્શન માટે આધારની વિગતો સિવાય અન્ય કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
Need a new #Indane connection right now? Just show your #AadhaarCard and get an #LPG connection instantly!
— Indian Oil Corp Ltd (@IndianOilcl) October 18, 2021
What’s more… you can even convert it to a subsidised connection once you provide the address proof! pic.twitter.com/Hsgo9xQ5ny
ADVERTISEMENT
જાણો ઈન્ડેનએ શું કહ્યું?
ADVERTISEMENT
ઈન્ડિયન ઓઈલે ટ્વિટમાં કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ નવું એલપીજી કનેક્શન લેવા ઈચ્છે છે તો તે પોતાનો આધાર બતાવીને લઈ શકે છે. તેને શરૂઆતમાં બિનસબ્સિડી એલપીજી કનેક્શન આપવામાં આવશે. ગ્રાહક બાદમાં એડ્રેસ પ્રૂફ સબમિટ કરી શકે છે અને પછી તેને સિલેન્ડર પર સબ્સિડીનો લાભ મળવા લાગશે અને જો તેની પાસે એડ્રેસ પ્રૂફ નથી તો તે આધાર નંબર દ્વારા આ સુવિધાનો હકદાર બનશે.
આ સ્કીમ તમામ પ્રકારના સિલિન્ડર પર લાગુ થશે
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આધારથી કનેક્શન લેવાની આ યોજના તમામ પ્રકારના સિલિન્ડર પર લાગુ થશે. જોકે, આમાં કોમર્શિયલ સિલિન્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ યોજના 14.2 કિલો, 5 કિલોના સિંગલ, ડબલ અથવા મિક્સ્ડ સિલિન્ડર કનેક્શન માટે છે. એ જ નિયમ FTL અથવા ફ્રી ટ્રેડ LPG સિલિન્ડર માટે પણ લાગુ પડે છે.

ADVERTISEMENT
જાણો LPG ગેસ કનેક્શન કેવી રીતે મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.