બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Jr NTR Hanuman Deeksha photos Viral on social media

મનોરંજન / રામ ચરણ બાદ Jr.NTR પણ ઉઘાડા પગે રહેશે, લીધી હનુમાન દીક્ષા: તસવીરો જોઈ લોકોને થયો ગર્વ

Published By: Dhruv

Last Updated: 02:40 PM, 17 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RRR ફિલ્મની સફળતા બાદ રામ ચરણે અયપ્પા દીક્ષા લીધી હતી. ત્યારે હવે Jr.NTRએ લીધેલી હનુમાન દીક્ષાની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ રહી છે.

  • રામ ચરણ બાદ હવે Jr.NTRએ પણ લીધી દીક્ષા
  • હનુમાન દીક્ષાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ
  • RRR ફિલ્મની સફળતા બાદ રામચરણે લીધી હતી અયપ્પા દીક્ષા

રામચરણ બાદ જૂનિયર NTR બન્યા ધાર્મિક

ટોલીવુડના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર NTR હાલના દિવસોમાં પોતાની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ RRR ની સુપર સફળતાનો આનંદ માણી રહ્યાં છે. બાહુબલી ડિરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મની બમ્પર સફળતા બાદ સમગ્ર દેશની નજર આ બંને સ્ટાર્સ પર છે. ત્યારે થોડાં દિવસો પહેલાં RRR ની સફળતા બાદ ફિલ્મ સ્ટાર રામ ચરણે અયપ્પા દીક્ષા લીધી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં સુપરસ્ટાર રામ ચરણ કાળા કપડાં અને ખુલ્લા પગમાં જોવા મળ્યા હતાં. ત્યારે હવે જુનિયર NTRએ પણ હનુમાન દીક્ષા લીધી છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ છે.

જુનિયર NTR પણ હવે ધર્મના માર્ગ પર

ટોલીવુડ સુપરસ્ટાર રામ ચરણની જેમ જ જુનિયર એનટીઆરએ પણ RRR ની સફળતા બાદ ભગવાનનો આભાર માન્યો છે. જેની માટે ફિલ્મ સ્ટારે તાજેતરમાં જ હનુમાન દીક્ષા લીધી હતી.

જુનિયર NTR એ દીક્ષાના આ નિયમોનું પાલન કરવું પડશે

ફિલ્મ સ્ટાર જુનિયર NTR ની હનુમાન દીક્ષા લીધા બાદ આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફિલ્મ સ્ટારે 21 દિવસ સુધી આ દીક્ષા લીધી છે. 21 દિવસ સુધી તેઓએ કેસરી રંગના કપડાં પહેરવાના રહેશે, ઉઘાડા પગે પણ રહેવું પડશે, 2 વખત પૂજા કરવી પડશે અને નોન-વેજ ફૂડ ન ખાવાના નિયમોનું પાલન કરવું પડશે.

જુનિયર NTR ને જોઈને ફેન્સ ખુશખુશાલ થઇ ગયા

રસપ્રદ બાબત એ છે કે, જુનિયર એનટીઆરની આ તસવીરો જોયા બાદ ફેન્સની છાતી ગદગદ ફુલી ગઇ છે. જ્યાર બાદ ફેન્સે તેમના ફોટો એડિટ કરીને તેને શેર કરવાના શરૂ કરી દીધા છે.

રામ ચરણે પણ કરી હતી આકરી સાધના

નોંધનીય બાબત એ છે કે, અગાઉ RRR સ્ટાર રામ ચરણે પણ અયપ્પાની દીક્ષા લઈને આ જ રીતે આકરી સાધના કરી હતી. રામ ચરણ પૂરા 45 દિવસના નિયમોનું પાલન કરે છે.

RRR સક્સેસ પાર્ટીમાં પણ રામ ચરણ ઉઘાડા પગે પહોંચ્યા હતા

તમને જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલાં યોજાયેલી RRR સક્સેસ પાર્ટીમાં પણ ફિલ્મ સ્ટાર રામચરણ ખુલ્લા પગે જોવા મળ્યા હતાં. ફિલ્મ સ્ટારે પાર્ટી માટે પણ પોતાના નિયમો નથી છોડ્યા. જેને જોઈને તેના ફેન્સ તેના દિવાના થઇ ગયા હતાં.

જુનિયર એનટીઆરને જોઈને ચાહકોએ ફરી બોલિવૂડ સ્ટાર્સની ટીકા કરવાનું શરૂ કર્યું

જુનિયર એનટીઆર અને રામચરણની આ તસવીરો એક વાર ફરી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ જોયા બાદ અનેક ઈન્ટરનેટ યુઝર્સે એક વાર ફરી બોલિવુડ ફિલ્મ સ્ટાર્સની તુલના સાઉથના સ્ટાર્સ સાથે કરવાનું શરૂ કરી દીધું છે. એક ઈન્ટરનેટ યુઝરે તો એમ લખ્યું કે, 'શું કોઈ બોલીવુડ સ્ટાર ક્યારેય આપણી સંસ્કૃતિને આ રીતે રજૂ કરે છે. ત્યારે હવે શંકાને કોઈ સ્થાન નથી કે આખરે કેમ આખુંય ભારત સાઉથની ફિલ્મો જોવાનું વધારે પસંદ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Hanuman Deeksha Jr NTR Junior NTR Ramcharan south film industry Jr NTR Hanuman Deeksha

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ