બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / મુંબઈ / jowad cyclone storm alert by imd weather forecast of heavy rain in maharashtra including mumbai for more few days
Last Updated: 08:05 AM, 2 December 2021
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં આ વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદ ચાલુ છે. આ બિનમોસમ વરસાદ મંગળવાર- બુધવાર દરમિયાની રાતથી ચાલુ છે. રાતે શરુ થયેલ વરસાદ વચ્ચે રોકાઈ હતી. પરંતુ બુધવારે સવારે એ રીતે વરસાદ થઈ રહ્યો છે જાણે ચોમાસુ હોય . હવામાન વિભાગના મહારાષ્ટ્રના મુંબઈ, પુણે અને કોંકણના વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થયું છે.
ડિસેમ્બર મહિનામાં અચાનક વરસાદના કારણ અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થયું છે. જેના કારણે દક્ષિણ પૂર્વ અરબ સાગર, માલદીવ, લક્ષદ્વીપ પર ચક્રવાતની સ્થિતિ બનેલી છે. આના પૂર્વ મધ્ય અરબ સાગરની ચાલી રહેલી હવાઓથી ઈન્ટરેક્શન થઈ રહ્યું છે. આ કારણે આવતા 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન છે.
ADVERTISEMENT

આ વરસાદની સાથે હવે આવશે 'જવાદ' ચક્રવાત
ADVERTISEMENT
ફક્ત મહારાષ્ટ્ર જ નહીં અચાનક વાતાવરણમાં આવેલા ફેરફારથી અનેક રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશા સમુદ્ર તટ પર લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થવાના કારણે તે તોફાની ચક્રવાતની સ્થિતિ તૈયાર થઈ છે. તેવામાં હવામાન વિભાગે હવે 'જવાદ' તોફાનને લઈને એલર્ટ જારી કર્યુ છે. તેમના મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતને અડીને આવેલા વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થયું છે. આનાથી હવામાનમાં ફેરફાર થયો છે. હવામાન બદલવાના કારણે 2 ડિસેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ થશે. 3 ડિસેમ્બરે વરસાદનું જોર હજું વધી જશે અને ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.
તોફાન 4 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશની સપાટીના વિસ્તારમાં અથડાશે
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં વરસાદનું કારણ જણાવતા હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવ્યા હતા કે અંડમાનના સમુદ્રી ભાગેના મઘ્યમાં ઓછા દબાણના વિસ્તારો બુધવાર સુધી પશ્ચિમ -ઉત્તર અને પશ્ચિમ તરફ સરકશે. આ કારણથી મહારાષ્ટ્રના અનેક ભાગોમાં બુધવારે તેજ વરસાદ થઈ રહ્યો છે. આ બાદ બંગાળની ખાડીમાં આ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. અત્યાર સુધી હવામાન વિભાગે જેમ જણાવ્યું હતુ . બિલકુલ એવું જ થયુ. હવે આ તોફાન 4 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશની સપાટીના વિસ્તારમાં અથડાશે. આનાથી આંધ્ર પ્રદેસ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના સમુદ્ર સપાટી વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ઉત્તર પૂર્વ રાજ્યોમાં પણ આ કારણથી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.

ADVERTISEMENT
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અરબ સાગરમાં આ તોફાની ચક્રવાતને કારણે ગુજરાતમાં પણ 24 કલાક મૂસળધાર વરસાદ થવાનું અનુમાન છે. આ કારણે હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. ખેડૂતોને પણ સલાહ આપી છે કે કાપેલો પાક સુરક્ષિત સ્થાનો સુધી ખસેડી લે. ખાસ કરી ગરુવારે ગુજરાતના વડોદરા, નર્મદા, બનાસકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ, તાપી, અમરેલી, અરાવલી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક ઠેકાણે મૂસળધાર વરસાદ થવાનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ ઝરમર ઝરમર વરસાદની અનુમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.