બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / joshimath sinking reason indonesia capital nusantara jakarta update

ચેતવણી / જોશીમઠથી 7000 કિમી દૂર 1 કરોડ લોકોના ડૂબી મરવાની આગાહી થતા દુનિયા ચોંકી, શું થવાનું છે

Hiralal

Last Updated: 10:13 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના જોશીમઠથી 7000 કિમી દૂર ઈન્ડોનેશિયાનું જાકર્તા ધસી રહ્યું છે

  • ઉત્તરાખંડનું જોશીમઠ ચારેબાજુથી ધસી રહ્યું છે
  • જોશીમઠથી 7000 કિમી દૂર જાકર્તા શહેર પર ડૂબવાનો ખતરો
  • 1 કરોડ લોકોના ભવિષ્ય પર સંકટ 

ઉત્તરાખંડનું જોશીમઠ ચારેબાજુથી ધસી રહ્યું છે. લોકોના ઘર અને રોજીરોટી તિરાડો સાથે જમીનમાં દટાઈ રહી છે. અહીંથી લગભગ 7 હજાર કિલોમીટર દૂર ઇન્ડોનેશિયાની રાજધાની જાકર્તામાં પણ આવી જ સ્થિતિ છે. સ્થિતિ એટલી વણસી રહી છે કે સરકારે રાજધાની બદલી નાખવાનો નિર્ણય કર્યો છે. 

1 કરોડ લોકોના ભવિષ્ય પર સંકટ 
જાકર્તા શહેરનો એક ચતુર્થાંશ ભાગ 2050 સુધીમાં પાણીની અંદર આવી જશે. ભારે વરસાદ અને પૂર, દરિયાની સપાટીમાં વધારો અને ભૂસ્ખલનને કારણે દક્ષિણપૂર્વ એશિયાના આ મોટા શહેરમાં રહેતા 10 મિલિયનથી વધુ લોકો માટે વસ્તુઓ મુશ્કેલ બની ગઈ છે. 

જાકર્તા કેમ ડૂબી રહ્યું છે?
ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે ભૂગર્ભજળનું વધુ પડતું નિષ્કર્ષણ પણ જમીનના ધોવાણનું એક મુખ્ય કારણ છે.  જાકર્તા પાછળ પણ આ જ કારણ નિષ્ણાતોનું માનવું છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂગર્ભજળના વધુ પડતા નિષ્કર્ષણને કારણે વિશ્વની 80 ટકાથી વધુ જમીન ધરાશાયી થઈ રહી છે. આ ઉપરાંત સદીઓથી  જાકર્તાની સૌથી મોટી સમસ્યા પૂર પણ રહી છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે  જાકર્તાનો 40 ટકા ભાગ પહેલાથી જ સમુદ્રની સપાટી હેઠળ છે અને શહેરનો ઉત્તરીય ભાગ દર વર્ષે લગભગ 2 ઈંચના દરે ડૂબી રહ્યો છે. શહેરના ડૂબી જવાનું મુખ્ય કારણ ભૂગર્ભ જળને વધુ પડતું ખેંચવાનું હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે જ્યારે જમીનની નીચેથી વધારે પડતું પાણી કાઢવામાં આવે છે, ત્યારે સપાટી ઓછી થવા લાગે છે.

ઈન્ડોનેશિયાની રાજધાની બદલાશે 
ઈન્ડોનેશિયામાં રાજધાની બદલવાનું બીલ પાસ થઈ ગયું છે અને હવે ઈન્ડોનેશિયાની રાજધાની જાકર્તાને બદલે  પૂર્વ કાલીમંતન રહેશે.  તે બોર્નિયો ટાપુ પર સ્થિત છે. તે સત્તાવાર રીતે નુસંતારા તરીકે ઓળખાશે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ 2019માં પ્રથમ વખત  રાજધાનીને જકાર્તાથી બહાર ખસેડવાની જાહેરાત કરી હતી. 

ડૂબી રહ્યાં છે દરિયા કાંઠાના શહેરો 
આવેલા એક અભ્યાસ અનુસાર, દરિયાકાંઠાના શહેરો અન્ય શહેરોની તુલનામાં ઝડપથી ડૂબી રહ્યા છે. જેમાં વિયેતનામનું હો ચી મિન્હ સિટી, મ્યાનમારનું યાંગુન, બાંગ્લાદેશનું ચિત્તાગોંગ, ચીનના તિયાનજિન અને ભારતના અમદાવાદનો સમાવેશ થાય છે. આ એવા શહેરો છે જે તેમની વસ્તી અને શહેરીકરણનો ભાર સહન કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ