બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Jagannathji's new chariots are being made of teak and sesame

રથયાત્રા / સાગ-સીસમથી બની રહ્યા છે જગન્નાથજીના નવા રથ: 80 વર્ષ ચાલશે, ત્રણેય રથમાં રાખવામાં આવશે ખાસ થીમ

Priyakant

Last Updated: 04:29 PM, 19 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા રથ તૈયાર કરવા માટે ચાર મહિનાનો સમય નિયત કરાયો, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી નવા રથમાં બિરાજમાન થશે

  • અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રા આ વર્ષે નવા રથ સાથે નીકળશે
  • ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી નવા રથમાં બિરાજમાન થશે
  • હાલમાં પુરજોશમાં ચાલી રહી છે નવા રથ બનાવવાની કામગીરી 

અમદાવાદ શહેરમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી 146મી રથયાત્રા આ વર્ષે નવા રથ સાથે નીકળશે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજી નવા રથમાં બિરાજમાન થશે. હાલમાં નવા રથ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા રથ તૈયાર કરવા માટે ચાર મહિનાનો સમય નિયત કરાયો છે.

વર્ષ 1878ની 2 જુલાઈના રોજ અમદાવાદમાં સૌપ્રથમ રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે શહેરમાં રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. છેલ્લાં 145 વર્ષથી અષાઢી બીજે અવિરત ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળે છે. અને જેમાં ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળી નગરજનોને દર્શન આપે છે. પરંતુ તેમના રથ હવે જૂના થયા છે. તેથી હવે નવા રથમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલભદ્રજીના રથને નવા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જમાલપુર મંદિર ખાતે ત્રણેય નવા રથનાં નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે.

ફાઇલ તસવીર 

જગન્નાથ મંદિરનાં સૂત્રો અનુસાર ભગવાન જગન્નાથજીના રથ બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. મંદિરની પરંપરા અનુસાર જ નવા રથની સાઈઝ અને ડિઝાઇન બનાવવામાં આવી છે. નવા રથનાં નિર્માણમાં સાગ અને સિસમનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ લાકડું વઘઈથી મંગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

રથ બનતાં અંદાજે ચાર મહિના જેટલો સમય લાગશે
કારીગરોને ડિઝાઇન આપવામાં આવી છે, તે પ્રમાણે જ  ત્રણેય ભગવાનના નવા રથ તૈયાર થઇ રહ્યા છે. જૂના રથ કરતાં નવા રથમાં થોડા સામાન્ય ફેરફાર કરવામાં આવ્યા છે.  રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગ અને 150 ઘનફૂટ સિસમનું લાકડું ઉપયોગમાં લેવાશે. જેમાં સાગનો ઉપયોગ રથ બનાવવા અને સિસમનો ઉપયોગ રથનાં પૈડાં બનાવવા માટે થશે. નવા રથની મજબુતાઈ  80 વર્ષ સુધી ચાલે તેવી હોવાનો અંદાજ છે. 

ફાઇલ તસવીર 

અલગ અલગ થીમ પર ત્રણેય રથની ડિઝાઈન બનશે 
પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાની મૂર્તિ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે. સુભદ્રાજીના રથની ડિઝાઇન લાલ પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાશે, જયારે બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવાશે. ત્રણેય રથ અમદાવાદના સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમને અલગ જગ્યાએ 20થી વધારે રથ તૈયાર કરવાનો અનુભવ છે. જેના માટે કારીગરો દરરોજ 10 કલાક  કામ કરે છે. છેલ્લા એક માસથી રથ બનાવવાનું કામ ચાલુ છે. 145 વર્ષ જૂના રથ અત્યારે મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેને દર્શન માટે મૂકવામાં આવશે. જે મંદિરમાં આવતા ભક્તો તેનાં દર્શન કરી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ