બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / It is very difficult to become the champion of Gujarat Titans, history says different

ક્રિકેટ / ગુજરાત ટાઇટન્સનું ચેમ્પિયન બનવું ઘણું મુશ્કેલ, IPL જીતવા માટે બદલવો પડશે ઈતિહાસ

MayurN

Last Updated: 03:50 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

29 મે નાં રોજ અમદાવાદ ખાતે IPL 2022 નો ફાઈનલ મેચ રમાવાનો છે. આ વર્ષે પોઈન્ટ ટેબલ પર પ્રથમ નંબર ઉપર ગુજરાત ટીમ છે. પરંતુ ફાઈનલનો ઈતિહાસ કઈક અલગ જ છે.

  • IPL 2022માં ગુજરાત પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને 
  • IPL નો ઈતિહાસ ગુજરાતની તરફેણમાં નથી  
  • ક્વોલિફાયર-1 જીતવાનો ફાયદો મળી શકે ગુજરાત ટીમને 

ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ અમદાવાદમાં 
IPL 2022ની ફાઈનલ મેચ 29 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાનને હરાવીને ફાઇનલમાં જગ્યા ગુજરાત ટાઇટન્સે બનાવી હતી. અને હવે ફાઈનલ મેચ એ જ ટીમ સાથે રમશે. ગુજરાતે લીગ સ્ટેજ (પોઈન્ટ ટેબલ)માં ટોચનું સ્થાન મેળવ્યું હતુ, હવે ફાઈનલ જીતવા માટે તેમને આઇપીએલનો ઈતિહાસ બદલવો પડશે. આવો જાણીએ લીગ સ્ટેજમાં ટોચ પર રહેલી ટીમ કેટલી વખત ચેમ્પિયન બની છે.

ગુજરાતે ઇતિહાસ બદલવો પડશે.
ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં આ 15મી ફાઇનલ મેચ હશે. હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સે લીગ સ્ટેજની 14 માંથી 10 મેચ જીતી હતી અને ટીમ 20 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. આઇપીએલમાં રમાયેલી 14 ફાઇનલ્સમાંથી અત્યાર સુધીમાં પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી ટીમ માત્ર પાંચ વખત જ ફાઇનલ જીતી શકી છે, આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સને ટાઇટલ જીતવું છે તો આ ઈતિહાસ બદલવો પડશે.


ટોચમાં રહેલ આ ટીમોએ ટાઇટલ જીત્યું હતું.

પોઈન્ટ ટેબલમાં ટોપમાં રહેલ ટીમ  વિજેતા ટીમ  વર્ષ 
રાજસ્થાન રોયલ્સ રાજસ્થાન રોયલ્સ 2008
ચેન્નઈ સુપર કિંગ્સ ચેન્નઈ સુપર કિંગ્સ 2011
મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ 2017
મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ 2019
મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ

2020

 

ક્વોલિફાયર-1 જીતવાનો ફાયદો
ગુજરાત ટાઇટન્સનો ટોપ પર રહેવાનો આંકડો ભલે ટીમની વિરોદ્ધ જાય, પરંતુ એક આંકડ ગુજરાતની તરફેણમાં પણ છે. 2011માં આઇપીએલમાં પ્લેઓફ ફોર્મેટની શરૂઆત કરવામાં આવી હતી. પ્લેઓફ ફોર્મેટની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી માત્ર ત્રણ જ વખત ક્વોલિફાયર-1 જીતી ચૂકેલી ટીમ ફાઈનલ હારી ચૂકી છે. વર્ષ 2011 બાદ આ 11 સિઝનમાં પ્રથમ ક્વોલિફાયર મેચ જીતનારી ટીમે 8 વખત ટાઇટલ જીત્યું છે. 2013માં ચેન્નઈ , 2016માં આરસીબી અને 2017માં પુણે અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો  છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Gujarat Titans IPL 2022 IPL Final Match ahemdabad IPL 2022 League
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ