બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Israel Palestinian conflict

ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદ / આ મુસ્લિમ દેશના નેતાએ એવું નિવેદન આપ્યું કે, અન્ય મુસ્લિમ દેશો ભડકી ઉઠ્યા

Published By: Arohi

Last Updated: 06:34 PM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવાદ બાદ દબાણ એટલું વધી ગયું કે લેબનનના વિદેશ મંત્રીને રાજીનામું આપવું પડ્યું

  • લેબનાનના વિદેશ મંત્રીના એક નિવેદનને લઈને વિવાદ 
  •  લેબનનના રાજદૂતને નોટિસ 

પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં પહેલા જ તણાવ છે. હવે લેબનાનના વિદેશ મંત્રીના એક નિવેદનને લઈને વિવાદ થયો છે. લેબનના વિદેશ મંત્રીની અપમાનજનક ટિપ્પણીથી નારાજ સાઉદી અરબ, કુવેત અને બગહરીનના લેબનાના રાજદૂતોને જાણકારી આપી છે. લેબનનના વિદેશ મંત્રી ચારબેલ વેહબે સાઉદી અરબ, કુવેત અને બહરીન પર અપમાનજનક ટિપ્પણી કરતા કહ્યું કે આ દેશોની મદદથી સીરિયા અને ઈરાકમાં આતંકી સંગઠન ISIS ઉભુ થયું. વિવાદ બાદ દબાણ એટલું વધી ગયું કે લેબનનના વિદેશ મંત્રીને રાજીનામું આપવું પડ્યું. 

લેબનનના રાજપૂદને નોટિસ 

સાઉદીના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચારબેલ વેહબેની ટિપ્પણીના વિરોધ કરતા લેબનનના રાજદૂતને નોટિસ મોકલવામાં આવી છે. જાહેર કરેલા નિવેદનમાં સાઉદી અરબે કહ્યું કે લેબનના વિદેશ મંત્રીનું આ નિવેદન શરૂઆતી રાજનૈતિક માપદંડોનું ઉલંધન છે. ત્યાર બાદ દેશોના ઐતિહાસિક સંબંધો પર અસર પડશે. આ રીતે બહરીન અને કુવેતે પણ લેબનના રાજદૂતોને જાણ કરતા પોતાનો વિરોધ દર્શાવ્યો છે. 

અરબ ન્યૂઝ અનુસાર બહરીનના લેબનનના વિદેશ મંત્રીના નિવેદનની ખૂબ નિંદા કરવામાં આવી છે. બહરીનનું કહેવું છે કે વિદેશ મંત્રીનું નિવેદન લેબનનના લોકો અને ખાજી દેશોની સાથે ઔતિહાસિક સંબંધોના અનુકૂલ નથી. કુવેતે પણ આ ભાષામાં લેબનના વિદેશ મંત્રીના નિવેદનની આલોચના કરી છે. 

રાષ્ટ્રપતિ કાર્યાલયથી શું નિવેદન આપવામાં આવ્યું? 

આ વચ્ચે લેબનના રાષ્ટ્રપતિ મિશેલ આઉનના વિદેશ મંત્રી વેહબના નિવેદનથી દૂરી બનાવીને રાખી છે. તેમણે મંગળવારે કહ્યું કે લેબનન ખાડી દેશો ખાસકરી સાઉદી અરબની સાથે સારા સંબંધ બનાવી રાખવાના ઈચ્છુક રહ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યાલયની તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'રાષ્ટ્રપતિનું માનવું છે કે વિદેશ મંત્રીની ટિપ્પણી તેમનો વ્યક્તિગત મંતવ્ય છે. વિદેશ મંત્રીની ટિપ્પણી કોઈ પણ પ્રકારે લેબનન અને રાષ્ટ્રપતિ જનરલ મિશેલ આઉનનું પ્રતિનિધિત્વ નથી કરતા. રાષ્ટ્રપતિ મિશેલ આઉન સામાન્ય રૂપથી મિત્ર દેશો અને ખાસ કરીને સાઉદી અરબ વિરૂદ્ધ કોઈ અપરાધને ખારિજ કરવાના ઈચ્છુક નથી.'

શું છે સમગ્ર મામલો? 

લેબનનના વિદેશમંત્રી વેહબે સોમવારે રાત્રે ટેલિવિઝનના એક કાર્યક્રમમાં શામેલ થયા. આ ક્રાયક્રમમાં સાઈદી અરબના એક ગેસ્ટે પણ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ચર્ચા વખતે સાઉદીના ગેસ્ટે ઈરાન સમર્તિત લેબનની સશસ્ત્ર ગુટ હિઝ્લુલ્લાહને રાજનૌતિક સુરક્ષા આપવાને લઈને લેબનના રાષ્ટ્રપતિની આલોચના કરી. માટે નારાજ થયેલા લેબનને વિદેશ મંત્રી બેહબેને આતંકી સંગઠન ISISને ઉભો કરવાનો આરોપ ખાડીના દેશો પર લગાવ્યો છે. ટીવી કાર્યક્રમમાં બોલચાલ એટલી વધી ગઈ કે સાઉદી અરબના ગેસ્ટને ભટકતુ જીવન જીવનારા કહી દીધા. આ બોલચાલ બાદ લેબનના વિદેશ મંત્રી કાર્યક્રમ મુકીને સ્ટૂડિયોની બહાર જતા રહ્યા.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Israel palestinian ઈઝરાયલ પેલેસ્ટાઈન Israel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ