બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Islamic state leader abu bakr baghdadi has been killed by american forces says Donald Trump
ADVERTISEMENT
ISIS ચીફ અબુ બગદાદીની મોત
અમેરિકાની સેનાએ ISIS ચીફ અબુ બગદાદીને મારી નાખ્યો છે જેની પુષ્ટિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સાંજે જાણકારી આપી કે ISIS ચીફ અબુ બક્ર અલ બગદાદીને અમેરિકાની સેનાએ મારી કાઢ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે પાછલી રાતે અમેરિકાને સેનાએ હુમલો કરીને બગદાદીને ઠાર માર્યો હતો. તે દુનીયાનો સૌથી ક્રૂર અને હિંસક આતંકવાદી સંગઠન ISISનો સંસ્થાપક હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુંકે 'એક સુસાઈડ ધમાકામાં બગદાદી માર્યો ગયો છે જ્યારે તેનો પીછો કરવામાં આવ્યો ત્યારે તે બુમો પાડી- પાડીને રડતો હતો '
ADVERTISEMENT
કઈ રીતે માર્યો બગદાદી
અબુ બગદાદી સુરંગથી ભાગવા માટે તરફડતો હતો ત્યારે અમેરિકાની સેનાએ તેને ચારેય તરફથી ઘેરી લેતા તેને સુસાઈડ વેસ્ટમાં આગ લગાવી લીધી અને પોતે ત્રણ છોકરાઓ સાથે મરી ગયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે અબુ બગદાદી હિંસક પ્રવૃત્તિવાળો માણસ હતો. તે હિંસક હતો અને હિંસામાં જ તેની મોત થઇ છે.
ADVERTISEMENT
#WATCH US President Donald Trump: He (Abu Bakr al-Baghdadi) will never again harm another innocent man, woman or child. He died like a dog, he died like a coward. The world is now a much safer place. pic.twitter.com/8NB69yA3b1
— ANI (@ANI) October 27, 2019
ADVERTISEMENT
રશિયા સહીત અન્ય દેશોનો આભાર માન્યો
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા, તુર્કી, સીરિયા, ઈરાક જેવા દેશોનો સાથ આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સેના અને ઈન્ટેલીજન્સ એજન્સીનો પણ આભાર માન્યો હતો.
ટ્વીટ કરીને પહેલા જ આપ્યા હતા સંકેત
ADVERTISEMENT
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા ટ્વીટ કર્યું હતું જેમાં કહ્યું હતું કે ત્યારે કંઇક મોટું ઘટ્યું છે. જે બાદ સમગ્ર વિશ્વમાં તે ચર્ચાનો મુદ્દો બન્યો હતો અને ઘણી એજન્સી દ્વારા અબુ બગદાદીના મોતની આશંકાઓ સેવવામાં આવી રહી હતી ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે નિવેદન કરીને આ ખબરને સાચી પુરવાર કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.