બ્રેકિંગ ન્યુઝ
આ દિવાળી પર ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ ફોટોમાં ઇશાંત તેના ફેમિલી સાથે ચાહકોને દિવાળીને શુભકામનાઓ પાઠવતો દેખાય છે. જો કે આ ફોટોની પાછળ દેખાતા રૂમમાં ગુજરાતના ઢોંગી બાપુ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ બદલ જેલની હવા ખાઈ રહેલા રીઢા ગુનેગાર આસારામની મોટી સાઈઝની તસ્વીર ટંગાયેલી દેખાય છે.
ADVERTISEMENT

લોકોએ આ મુદ્દે ઇશાંત શર્માની ભારે ટીકા કરી છે. કેટલાક લોકોએ ઇશાંતને આડે હાથે લીધો છે. એક યુઝરે લખ્યું છે કે જો ક્રિકેટ ધર્મ છે તો ઇશાંત શર્મા આ ધર્મનો આસારામ છે. કેટલાક લોકોએ ઇશાંતને આસારામનો સાચો ભક્ત ગણાવ્યો છે.
ADVERTISEMENT

ફેસબુક અને યુટ્યુબ ઉપર ઇશાંત આસારામની ભક્તિ કરતો હોય તેવા વીડિયોઝ ફરી ટ્રેન્ડિંગમાં આવી ગયા છે. લોકોએ આ મુદ્દે પણ ઇશાંતની મજાક ઉડાવી હતી.
ADVERTISEMENT

અહીં ઉલ્લેખનીય છે કે ઇશાંત શર્મા અને તેનો આખો પરિવાર આસારામના ભક્ત છે. ઇશાંતના પરિવારે એવો પણ દાવો કર્યો હતો કે ઇશાંતની અત્યાર સુધીની સફળતા પાછળ આસારામનો હાથ છે. આ વાત તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહી હતી.
ADVERTISEMENT
આસારામ અત્યારે બળાત્કાર મામલે જોધપુર જેલમાં કેદ છે. એક વખત હતો જયારે આ ઢોંગીના દર્શન કરવા તેના લાખો ભક્ત તત્પર હતા જયારે અત્યારે તેની જામીનની અરજીઓ સતત નામંજૂર થઇ રહી છે.

ADVERTISEMENT
સતત ટ્રોલિંગ થયા પછી ઇશાંતે ફોટો કર્યો ક્રોપ
વિવાદ થતા ઇશાંતે ઈન્સ્ટાગ્રામનો ફોટો એવી રીતે કાપી નાખ્યો જેથી પાછળનો આસારામનો ફોટો ઢંકાઈ જાય. જયારે ટ્વીટર ઉપર તો તેણે ફોટો ડીલીટ જ કરી દીધો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.