બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Irfan Pathan Reveals Wife Safa Baig's Face On 8th Marriage Anniversary

ક્રિકેટ / ઈરફાન પઠાણે ભાંગ્યું મેણું, પહેલી વાર દેખાડ્યો પત્નીનો ચહેરો, જોઈ લો જાણે જન્નતની હૂર

Published By: Hiralal

Last Updated: 07:32 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણ 8 વર્ષ બાદ પહેલી વાર પત્નીનો ચહેરો દુનિયાને દેખાડ્યો છે. ઈરફાને સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા શેર કર્યાં છે.

  • વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણે ભાંગ્યું મેણું
  • 8 વર્ષ બાદ દુનિયાને દેખાડ્યો પત્ની સફા બેગનો ચહેરો
  • 8 વર્ષ સુધી પત્નીને રાખી હતી બુરખામાં 

ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણની લગ્નની આઠમી વર્ષગાંઠે તેની પત્નીનો ચહેરો દેખાડ્યો છે. ઈરફાને શનિવારે તેના લગ્નની 8મી વર્ષગાંઠ ઉજવી હતી. લગ્નની આઠમી વર્ષગાંઠે ઈરફાને તેની પત્ની સફા બેગની કેટલીક તસવીરો શેર કરી હતી, અત્યાર સુધી તો ઈરફાન સફાની બુરખાની તસવીરો જ શેર કરતો હતો પરંતુ પહેલી વાર તેણે બુરખા વગરની સફાની તસવીરો શેર કરી છે. 

પત્ની માટે શું લખ્યું ઈરફાન પઠાણે 
પત્ની સફાની તસવીરો શેર કરતાં ઈરફાને લખ્યું કે "એક આત્મા દ્વારા નિપુણતા ધરાવતી અનંત ભૂમિકાઓ - મૂડ બૂસ્ટર, હાસ્ય કલાકાર, મુશ્કેલી હણનાક અને સતત સાથીદાર, મિત્ર અને મારા બાળકોની માતા. આ સુંદર પ્રવાસમાં હું તમને મારી પત્ની તરીકે વહાલ કરું છું. લગ્નની 8મી વર્ષગાંઠ મુબારક. 

8 વર્ષ બાદ દુનિયાને દેખાડ્યો પત્ની સફા બેગનો ચહેરો
બુરખા વગર સનાની આ પહેલી તસવીરો છે. ઈરફાન અને સફાને લગ્નને આઠ વર્ષ થયાં છે. પત્નીનો ચહેરો ન દેખાડવા બદલ ઈરફાનની ભૂતકાળમાં અનેક વાર ટીકાઓ થઈ હતી પરંતુ હવે પહેલી વાર તેણે આ મેણુ ભાંગી નાખ્યું છે. 

ઈરફાન પઠાણ મૂળ વડોદરાનો
ઉલ્લેખનીય છે કે ઈરફાન પઠાણ ટીમ ઈન્ડીયાનો ઓલરાઉન્ડર છે. હાલમાં તે નિવૃત છે. એક સમયે ટીમ ઈન્ડીયામાં તેનો અને તેના ભાઈ યુસુફનો ડંકો વાગતો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricketer Irfan Pathan Irfan Pathan son video irfan pathan safa baigs ઈરફાન પઠાણ વાઈફ irfan pathan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ