બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IRE v IND: Star all-rounder's entry into Team India after 3 years, shivam dube will play in Bumrah captaincy

ક્રિકેટ જગત / IND vs IRE: 3 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં સ્ટાર ઓલરાઉન્ડરની એન્ટ્રી, બુમરાહની કેપ્ટનશીપમાં ચમકી ધોનીના સુપરસ્ટારની કિસ્મત

Megha

Last Updated: 09:19 AM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયર્લેન્ડ સીરિઝ માટે ટીમમાં આવા ઘણા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ 2022 પછી પહેલી વખત ક્રિકેટ રમતા જોવા મળશે. સાથે જ એક એવો ખેલાડી છે જે ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે

  • ટીમ ઈન્ડિયા T20 સિરીઝ રમવા માટે આયર્લેન્ડ જશે
  • આ સીરીઝમાં જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં રમશે ટીમ ઈન્ડિયા 
  • એ સીરિઝથી આ ખેલાડી ત્રણ વર્ષ બાદ કરશે ટીમ ઈન્ડિયામાં વાપસી 

વેસ્ટ ઈન્ડિઝ સાથેની ODI સિરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયા T20 સિરીઝ રમવા માટે આયર્લેન્ડ જશે.  ટીમ ઈન્ડિયા ઓગસ્ટમાં આયર્લેન્ડ સામે ત્રણ મેચની T20I સીરિઝ રમવાની છે જે 18 ઓગસ્ટથી શરૂ થશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં ઉતરવા જઈ રહી છે.  જ્યારે વાઇસ કેપ્ટન્સી ઋતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે. આ સાથે જ આયર્લેન્ડ સીરિઝ માટે ટીમમાં આવા ઘણા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેઓ 2022 પછી પહેલી વખત ક્રિકેટ રમતા જોવા મળશે. પરંતુ આ ખેલાડીઓમાં એક એવો ખેલાડી છે જે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમ માટે રમવા માટે તૈયાર છે.

CSK સુપરસ્ટારને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી
આઈપીએલમાં ધોનીની ટીમ માટે વિસ્ફોટક બેટિંગ કરનાર ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ ટીમમાં તક આપવામાં આવી છે, જે ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહ્યો છે.  ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમનાર ખેલાડી શિવમ દુબેને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. શિવમે એમએસ ધોનીની કપ્તાનીમાં CSK તરફથી રમતા 16 મેચોની 14 ઇનિંગ્સમાં 418 રન બનાવ્યા હતા. આ દરમિયાન 3 અડધી સદી ફટકારી હતી. IPL 2023માં શિવમ દુબેએ અનેક ધમાકેદાર સિક્સર ફટકારી હતી અને સિઝનમાં 35 સિક્સર ફટકારીને પોતાનો મજબૂત દાવો રજૂ કર્યો હતો. 

ત્રણ વર્ષ પછી પાછા આવી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે શિવમ દુબેએ ભારત માટે 1 ODI અને 13 T20 મેચ રમી છે. હાલમાં તે 3 વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2020માં રમી હતી. IPL 2023 અને ઘરેલુ ક્રિકેટમાં મજબૂત પ્રદર્શન પછી ફરી ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. 

વાત એમ છે કે સોમવારે સાંજે આયર્લેન્ડ સામેની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ ટીમમાં IPL 2023ના સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે, જેમાં માત્ર શિવમ દુબે જ નહીં પરંતુ રિંકુ સિંહનું નામ પણ સામેલ છે. આ સાથે જ ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સની ટીમમાં રિંકુ સિંહને પણ જગ્યા આપવામાં આવી છે.

આયર્લેન્ડ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા 
જસપ્રીત બુમરાહ (C), ઋતુરાજ ગાયકવાડ (VC), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંઘ, સંજુ સેમસન (WC), જીતેશ શર્મા (WC), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ , મુકેશ કુમાર, અવેશ ખાન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ