બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / irctc gives festive offer you can book train flight ticket book get 50 lakh free insurance

ઓફર / ફેસ્ટિવ સીઝનમાં IRCTCથી બુક કરો ટિકિટ, ફ્રીમાં મળશે 50 લાખની આ સુવિધા, ફટાફટા જાણી લો વિગતો

Published By: Noor

Last Updated: 10:09 AM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે દેશભરમાં ફેસ્ટિવ સીઝન ચાલી રહી છે. એવામાં IRCTCની આ જબરદસ્ત ઓફરનો લાભ લઈ લો.

  • ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ગઈ છે
  • અત્યારે IRCTCની આ જબરદસ્ત ઓફરનો લાભ લઈ લો
  • IRCTC આ તહેવારોની સીઝનમાં તમારા માટે એક ખાસ ઑફર લઈને આવ્યું છે

ફેસ્ટિવ સીઝનમાં મોટાભાગના લોકો પોતાના ઘરે જાય છે. તો કેટલાક રજાઓને કારણે ફરવા જવાનો પ્લાન બનાવે છે. જો તમે પણ દિવાળી (દિવાળી 2021), ભાઈ દૂજ અને છઠ પૂજા (છઠ પૂજા 2021) દરમિયાન ઘરે જવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક સારાં સમાચાર છે.

IRCTC આ તહેવારોની સીઝનમાં તમારા માટે એક ખાસ ઑફર લઈને આવ્યું છે. જ્યાં તમે ફ્લાઈટ ટિકિટ બુક કરાવવા પર આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ ફેસ્ટિવ સીઝનમાં જો તમે #IRCTCAir પરથી ટિકિટ બુક કરાવો છો તો તમને ઘણાં ફાયદા થશે. IRCTCએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. આવો જાણીએ તેના વિશે. 

જાણો IRCTCએ શું કહ્યું?

IRCTCએ તેના ટ્વિટમાં કહ્યું છે કે તહેવારોની સીઝન કંઈક ખાસ માંગે છે. #IRCTCAir દ્વારા તમે સરળતાથી ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો. આના પર લઘુત્તમ સુવિધા ફી 50 રૂપિયા હશે. સાથે જ 50 લાખનો મફત વીમો, એલટીસી ભાડું, વિશેષ સંરક્ષણ ભાડું સહિત ઘણાં લાભ મળશે.

IRCTC SBI કાર્ડ પ્રીમિયર પર વિશેષ ડિસ્કાઉન્ટ

જો તમારી પાસે IRCTC SBI કાર્ડ પ્રીમિયર છે તો તમને બુકિંગ પર 5% વેલ્યુ બેક સુવિધા મળશે. આ સિવાય, તમને BookMyShow પર 500 રૂપિયાનું મૂવી વાઉચર મળશે. આ સાથે 1500 બોનસ રિવોર્ડ પોઈન્ટ પણ મળશે. irctc.co.in પર ટ્રેન ટિકિટ બુકિંગ પર પણ વિશેષ ડિસ્કાઉન્ટ મળશે. તમને જણાવી દઈએ કે તમે www.irctc.co.in પર રેલ્વે અને એર ટિકિટ બુકિંગ પર 1.8% ટ્રાન્ઝેક્શન ફી બચાવી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC festive offer ticket Offer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ