ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / "Iqbal batli kahan hai?", headstrong people fired bullets at six youths who were sitting in Gomtipur, a crime was registered.

ફાયરિંગની ફરિયાદ / ‘ઈકબાલ બાટલી કહાં હૈ?’ કહી માથાભારે શખ્સોએ ગોમતીપુરમાં તાપણું કરવા બેઠેલા છ યુવક પર ગોળીઓ છોડી, ગુનો દાખલ

Published By: Vishal Khamar

Last Updated: 11:19 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોમતીપુર વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે તાપણું કરીને બેઠેલા છ યુવક પર કારમાં બેસીને આવેલા છ શખ્સોએ માર મારીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે.

ADVERTISEMENT

  • ગોમતીપુરમાં તાપણું કરવા બેઠેલા છ યુવક પર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા
  • હોમગાર્ડના જવાનોએ પોલીસને ઘટનાની જાણ કરી
  • ઈકબાલ બાટલી કહાં હૈ?’   પૂછી માથાભારે શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું

 ગોમતીપુર વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે તાપણું કરીને બેઠેલા છ યુવક પર કારમાં બેસીને આવેલા છ શખ્સોએ માર મારીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગઇ છે. ‘ઈકબાલ બાટલી કહાં હૈં?’ તેમ કહીને માથાભારે શખ્સોએ છ યુવકો પર હુમલો કર્યો હતો અને બાદમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ અને એક રાઉન્ડ તેમનાં પર ફાયરિંગ કર્યું હતું.  ફાયરિંગની આ ઘટનામાં સદનસીબે કોઇને ગોળી વાગી નથી પરંતુ માથાભારે તત્ત્વે વિસ્તાર બાનમાં લીધો હતો.

છ લોકો વિરુદ્ધ હત્યાની કોશિશ તેમજ ફાયરિંગની ફરિયાદ
ગોમતીપુર વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલીમાં રહેતા અને સ્ટીમ પ્રેસનું કામ કરતા નાસિરહુસેન શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફજલઅહમદ, અલતાફ (બંને રહે. અકબરનગરનાં છાપરાં, બાપુનગર) સહિત છ લોકો વિરુદ્ધ હત્યાની કોશિશ તેમજ ફાયરિંગની ફરિયાદ કરી છે. ગઇ કાલે નાસિરહુસેનના મિત્ર મુમતાઝભાઇની દીકરીની સગાઇનો પ્રસંગ હતો. જેથી તે પોતાની ચાલીના ગેટ પાસે ઊભો હતો. નાસિરહુસેન પાસે તેમનો મિત્ર શોએેબ, અશરફ, મુમતાઝ, સદ્દામ અને આમીર ઊભા હતા અને તાપણી કરી રહ્યા હતા. બધા બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અકબરનગરનાં છાપરાંમાં રહેતા ફજલઅહમદ અને તેનો ભાઇ અલતાફ ચારેક મિત્રોને લઇને આવ્યા હતા. 


ફજલઅહમદે નાસિરહુસેનને કહ્યું હતું કે ‘ઈકબાલ બાટલી કહાં હૈં?’ નાસિરહુસેન ઇકાબાલને ઓળખતો ન હોવાનો તેણે ફજલઅહમદને જવાબ આપી દીધો હતો.   જોતજોતામાં મામલો એટલી હદે બીચક્યો કે ફજલઅહમદ સહિત તેની સાથે આવેલા તમામ મિત્રોએ નાસિરહુસેન અને તેના મિત્રો પર હુમલો કરી દીધો હતો. દરમિયાનમાં ફજલઅહમદ દોડીને પોતાની કાર તરફ ગયો હતો અને પિસ્તોલ કાઢીને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.  નાસિરહુસેન સહિતના લોકો જીવ બચાવવા માટે ચાલીમાં દોડ્યા ત્યારે ફજલઅહમદે તેમના ઉપર પણ ફાયરિંગ કર્યું હતું. થોડા સમય બાદ નાસિરહુસેન સહિતના લોકો બહાર આવ્યા ત્યારે ફજલઅહમદ અને તેની ગેંગ નાસી ગઇ હતી. દરમિયાનમાં હોમગાર્ડના બે જવાનો ત્યાંથી પસાર થયા તો ફાયરિંગની જાણ નાસિરહુસેને તેમને કરી હતી. હોમગાર્ડના જવાનોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં તે તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. રખિયાલ પોલીસે મોડી રાતે છ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

6 people fired Gomtipur ahmedabad firing late night yours અમદાવાદ ચકચાર ફાયરીંગ Crime

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ