બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL2022 will be in India only, without a crowd: BCCI

BIG BREAKING / ભારતના જ આ શહેરમાં રમાશે IPL 2022, તારીખોને લઈને પણ થયો મોટો ખુલાસો

Published By: Parth

Last Updated: 07:05 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL નું મેગા ઓક્શન શરૂ થાય તે પહેલા ટૂર્નામેન્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

  • IPL2022ને લઈને મોટા સમાચાર 
  • ભારતમાં જ રમાશે ટૂર્નામેન્ટ 
  • કોરોના વાયરસની ત્રીજી લહેરના કારણે દર્શકો નહીં હોય 

ક્રિકેટ જગતના મોટા બ્રેકિંગ ન્યૂઝ 
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ એટલે કે IPL હવે નજીક આવી રહી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના વાયરસનો ખતરો આ ટૂર્નામેન્ટ પર મંડરાઈ રહ્યો છે ત્યારે મેચ ભારતમાં રમાશે કે બીજા દેશમાં તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

નોંધનીય છે કે સૂત્રો અનુસાર 27 માર્ચના રોજથી જ ipl15 ની શુભ શરૂઆત થઈ શકે છે. 

ભારતમાં જ રમાશે IPL 
સમાચાર એજન્સી ANI અનુસાર BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે IPLનું આયોજન ભારતમાં જ કરવામાં આવશે. કોરોના વાયરસને કારણે સ્ટેડિયમમાં કોઈ પણ દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં અને તમામ મેચ મુંબઈની અંદર રમવામાં આવશે. નોંધનીય છે કે આ મુદ્દે આગામી સમયમાં આધિકારિક રીતે મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. 

નોંધનીય છે કે ગયા વર્ષે IPLનું આયોજન કોરોના વાયરસના કારણે UAEમાં કરવાની ફરજ પડી હતી. 

IPL season 15 માટે Mega Auction 
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ માટેનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરીએ બંધ થયું છે અને અત્યાર સુધીમાં 19 દેશોમાંથી 1,214 ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જોકે, આ મેગા ઓક્શનની ફાઇનલ યાદી નથી. અત્યારે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને માત્ર પસંદગીના ખેલાડીઓને જ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે. આ વખતે મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદ આ સિઝનથી આઈપીએલમાં જોડાઈ રહેલી બે નવી ટીમો છે.

આ ખેલાડીઓને મળશે મોટી રકમ 
આ વખતે IPL માં ડેવિડ વોર્નર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, દિપક ચાહર, રાહુલ ચાહર, વોશિંગ્ટન સુંદર, આ ખેલાડીઓને ટીમમાં લેવા માટે મોટી રકમ મળે તેવી શક્યતા છે. આ સિવાય શિખર ધવન, રબાડા, માર્ક વૂડ, ફાફ ડુ પ્લેસીસ, મિશેલ માર્શ, બોલ્ટ અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓ કેટલાંમાં ખરીદાય છે તે જોવું રહ્યું. 

કેએલ રાહુલ IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી બન્યો
ભારતીય ઓપનિંગ બેટર કે. એલ. રાહુલ આઇપીએલ-૨૦૨૨નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. રાહુલને લખનૌ ફ્રેંચાઇઝીએ ૧૭ કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. રાહુલ લખનૌ ટીમનો કેપ્ટન પણ રહેશે. લખનૌ ફ્રેંચાઇઝીએ રાહુલ ઉપરાંત અનકેપ્ડ ભારતીય ખેલાડી રવિ બિશ્નોઈ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને પણ ટીમમાં સામેલ કર્યા છે. સ્ટોઇનિસને ૯.૨ કરોડ અને બિશ્નોઈને ચાર કરોડ રૂપિયા મળશે. કે. એલ. રાહુલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક છે. તેણે આઇપીએલની છેલ્લી ચાર સિઝનમાં ૫૭૫થી વધુનો સ્કોર બનાવ્યો છે. રાહુલ આઇપીએલ-૨૦૨૦માં ૧૪ મેચમાં પાંચ અર્ધસદી અને એક સદી સાથે ૫૫.૮૩ની સરેરાશથી ૬૯૦ રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. ૨૦૨૧માં ૬૨૬ રન સાથે ત્રીજો ટોપ સ્કોરર રહ્યો. આ ઉપરાંત રાહુલ કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકીપરની પણ ભૂમિકા નિભાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IPL 2022 Sports News IPL2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ