બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 points table, this team has overtaken CSK-KKR and reached the top

ક્રિકેટ / IPL 2024ના પોઈન્ટ ટેબલમાં થઈ મોટી ઉથલપાથલ, CSK-KKRને પાછળ છોડીને ટોપ પર પહોંચી ગઈ આ ટીમ

Megha

Last Updated: 08:14 AM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. આ શાનદાર પ્રદર્શન સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર અને KKR સરકીને બીજા સ્થાને પહોંચી ગઈ છે.

IPL 2024 માં અત્યાર સુધી 14 મેચો પૂરી થઈ ગઈ છે. સિઝનની 14મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં રાજસ્થાનની ટીમે આ સિઝનમાં સતત ત્રીજી જીત હાંસલ કરી હતી. આ સાથે જ મુંબઈની ટીમે હારની હેટ્રિક કરી હતી. આ મેચ બાદ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 

રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં 6 વિકેટે જીત મેળવી હતી. રાજસ્થાન રોયલ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. આ શાનદાર પ્રદર્શન સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પણ ટોપ પર પહોંચી ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પ્રથમ સ્થાનેથી સરકીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સે પણ હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હવે ત્રીજા નંબર પર આવી ગઈ છે. જણાવી દઈએ કે KKR અને CSK પાસે હાલમાં 4-4 પોઈન્ટ છે, પરંતુ સારા નેટ રન રેટને કારણે કોલકાતા પોઈન્ટ ટેબલમાં CSK કરતા આગળ છે. 

આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી કંઈ સારું રહ્યું નથી. ટીમે ત્રણ મેચ રમી છે અને આ તમામ મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ખરાબ પ્રદર્શન સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. મુંબઈ ઈન્ડિયન્સની સિઝનની પહેલી મેચ ઘરઆંગણે હતી, પરંતુ આ મેચમાં પણ તેઓ જીતનું ખાતું ખોલાવી શકી નહતી. 

વધુ વાંચો: IPL ની સુરક્ષામાં ફરી એક વખત મોટી ચૂક....રોહિત અને ઈશાન ડરી ગયા, જુઓ વીડિયો

મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 125 રન બનાવ્યા હતા. આ પછી, રાજસ્થાનની ટીમે આ લક્ષ્યાંક 15.3 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર હાંસલ કર્યો હતો, જેમાં રિયાન પરાગે ફરી એકવાર બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું હતું, જેણે 39 બોલમાં 54 રનની અણનમ ઇનિંગ રમી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ