બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 mini auction in kerala csk may select 3 players for upcoming caption

આપીએલ / MS Dhoni પછી કેપ્ટન બનાવવા માટે આ 3 ખેલાડી પર દાવ રમી શકે છે CSK, જુઓ કયું નામ છે સૌથી ખાસ

MayurN

Last Updated: 12:15 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની મીની હરાજી 23 ડિસેમ્બરે કેરળના કોચીમાં યોજાઈ રહી છે.આ હરાજી માટે તમામ ફ્રેન્ચાઇઝી અનકેપ્ડ અને અનુભવી ખેલાડીઓ પર જોરદાર બોલી લગાવશે.

  • IPL ની મિની હરાજી કેરળમાં યોજાઈ રહી છે 
  • તમામ ફ્રેન્ચાઇઝી નવા ખેલાડીઓ ઉમેરી શકે છે
  • CSK પોતાની ટીમ માટે કેપ્ટન શોધવા બોલી લગાવશે

IPL એ વિશ્વની સૌથી વધુ જોવાયેલી લીગ છે. તે માર્ચના અંતિમ સપ્તાહ અથવા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે. આ પહેલા BCCIએ 405 ખેલાડીઓની શોર્ટલિસ્ટ જાહેર કરી છે. આમાંથી માત્ર 87 ખેલાડીઓ વેચાવાના છે અને 318 ખેલાડીઓ વેચાયા વગરના રહેશે. IPLની મીની હરાજી 23 ડિસેમ્બરે કેરળના કોચીમાં યોજાઈ રહી છે.

મિની હરાજી
આ હરાજી માટે તમામ ફ્રેન્ચાઇઝી અનકેપ્ડ અને અનુભવી ખેલાડીઓ પર જોરદાર બોલી લગાવશે. તે જ સમયે, CSKની ફ્રેન્ચાઇઝી પણ આ હરાજી પર ખાસ નજર રાખશે. એવું માનવામાં આવે છે કે CSKના કેપ્ટન એમએસ ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. જેના કારણે CSK આ હરાજીમાં ધોનીની જગ્યાએ નવા કેપ્ટન તરીકે આ ત્રણ મોટા નામો પર દાવ લગાવી શકે છે.

કેન વિલિયમસન
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસનને 2023ની શરૂઆત પહેલા IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તે IPL 2023ની હરાજીમાં જોવા મળશે. તેની મૂળ કિંમત 2 કરોડ રાખવામાં આવી છે. તેના નામ પર ઘણી ટીમો જઈ શકે છે. પરંતુ, CSK ટીમ કેનને કેપ્ટન તરીકે ટીમમાં સામેલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે એમએસ ધોની આ વર્ષે તેની છેલ્લી IPL સિઝન રમી શકે છે. આ પછી તે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. જેના કારણે CSKની ફ્રેન્ચાઈઝી તેના પર દાવ લગાવી શકે છે.

કેન વિલિયન ગયા વર્ષે IPLમાં હૈદરાબાદની કેપ્ટનશીપ કરી હતી. આ દરમિયાન તેની ટીમ શરૂઆતની મેચોમાં જ હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તે જ સમયે, વિલિયમસનનું બેટ પણ સમગ્ર સિઝન દરમિયાન તેનાથી નારાજ જોવા મળ્યું હતું. કેને ગયા વર્ષે 2022માં 12 મેચ રમી હતી. જેમાં તેણે નબળી સરેરાશ સાથે માત્ર 216 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી માત્ર એક અડધી સદીની ઇનિંગ્સ આવી હતી.

બેન સ્ટોક્સ
ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ બેઝબોલ સ્ટ્રેટેજી હેઠળ દેશ-વિદેશમાં સિરીઝ જીતી રહ્યા છે. કોચ બ્રેન્ડન મેક્કુલમ અને બેન સ્ટોક્સની જોડી વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. જ્યારથી બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડની ટીમની કમાન સંભાળી છે ત્યારથી તે ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે. તેણે અત્યાર સુધી 8 મેચમાં કેપ્ટનશિપ કરી છે. જેમાંથી 7 જીત અને માત્ર દક્ષિણ આફ્રિકાની ટીમ સામે હાર. બેન સ્ટોક્સ ગયા વર્ષે 2022માં IPLની હરાજીમાંથી ખસી ગયો હતો. પરંતુ, આ વર્ષે ફરીથી તેણે મિની ઓક્શન માટે પોતાનું નામ આપ્યું છે. તેને ખરીદવા માટે ઘણી ટીમો ઊંચી બોલી લગાવી રહી છે. પરંતુ, CSKની ફ્રેન્ચાઈઝી તેને ટીમમાં સામેલ કરવા માટે સૌથી વધુ પૈસા ખર્ચવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે બેન સ્ટોક્સે આ વર્ષે ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ટીમ માટે ખિતાબ જીત્યો હતો. તેણે ફાઈનલ મેચમાં બેટિંગ કરતા પાકિસ્તાનના ખેલાડીઓને ફટકાર્યા હતા.

બેન સ્ટોક્સે 2017 થી 2021 વચ્ચે 43 IPL મેચ રમી છે. આ દરમિયાન તેણે 134.5ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 920 રન બનાવ્યા છે.તેના બેટમાંથી બે સદી અને ઘણી અડધી સદી આવી છે. આ સાથે જ તેણે બોલિંગમાં પણ ધમાકો આપ્યો છે. 43 મેચની 37 ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે તેણે 28 વિકેટ ઝડપી છે. બેન સ્ટોક્સ એક ઓલરાઉન્ડર છે જે પોતાના બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

જેસન હોલ્ડર
કેરેબિયન ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર ઓલરાઉન્ડર છે. આ ઉંચા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અલગ ઓળખ છોડી છે. તેણે પોતાની બોલિંગ અને બેટિંગથી ભારત અને વિદેશમાં સારો દેખાવ કર્યો છે. જોકે, તે વધુ સમય સુધી વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન રહી શક્યો ન હતો. તેની કેપ્ટનશીપમાં કેરેબિયન ટીમે શાનદાર રમત બતાવી છે.

છેલ્લી IPL સિઝનમાં, હોલ્ડર નવી ફ્રેન્ચાઇઝી લખનૌ ટાઇટન્સની ટીમ સાથે રમતા જોવા મળ્યો હતો. પરંતુ તેને મિની ઓક્શન પહેલા જ છોડી દેવામાં આવ્યો છે. જેના કારણે CSKની ટીમ આ વખતે તેમના પર દાવ લગાવી શકે છે. હોલ્ડરે અત્યાર સુધીમાં 38 આઈપીએલ મેચ રમી છે. આ દરમિયાન તેણે બેટ વડે 247 રન બનાવ્યા છે અને બોલ વડે 49 વિકેટ લીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ben Stokes CSK Chennai Super Kings Cricket IPL Kerala MS Dhoni jeson holder kane williamson CSK
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ