બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
IPL 2022માં મેગા ઓક્શન પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ બાદ હવે લખનૌની ટીમે પણ ત્રણ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરી લીધા છે.
ત્રણ ખેલાડી લખનૌની ટીમમાં
લખનૌની ટીમમાં KL રાહુલ, માર્કસ સ્ટોઇનિસ અને રવિ બિશનોઈને ખરીદવાનો નિર્ણય કર્યો છે. આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ મેગા ઓક્શનમાં બાકીના ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવશે.
ADVERTISEMENT
રાહુલ બનશે કેપ્ટન
લખનૌએ રાહુલને પોતાના નંબર 1 ખેલાડી તરીકે પાસનદ કર્યો છે અને તેમને 15 કરોડ રૂપિયાની ફીસ આપવામાં આવશે. તે બાદ સ્ટોઇનિસને બીજા નંબર પર 11 કરોડ જ્યારે રવિને 4 કરોડ રૂપિયા આપવામાં આવશે.
ESPNcricinfo has learned that KL Rahul, Marcus Stoinis and Ravi Bishnoi have been picked up by the Lucknow IPL franchise
— ESPNcricinfo (@ESPNcricinfo) January 18, 2022
It is also believed that KL Rahul will captain the team ⤵ #IPL2022
ADVERTISEMENT
આગની જેમ રન બનાવે છે રાહુલનું બેટ
કેએલ રાહુલ આ પહેલા પંજાબની ટીમનો કેપ્ટન હતો પરંતુ ટીમે હાલમાં જ તેને રીલીઝ કર્યો છે. રાહુલની કેપ્ટનશિપમાં પંજાબને કોઈ મોટી સફળતા નથી મળી પરંતુ તેઓ પોતે શાનદાર પ્રદર્શન કરતાં હતા. 2020માં તો રાહુલે ઓરેન્જ કેપ પણ હાંસલ કરી હતી.
ADVERTISEMENT
અમદાવાદે ક્યા ત્રણ ખેલાડીઓ લીધા
અમદાવાદે ત્રણ ખેલાડીઓ પસંદ કરી લીધા છે. આ ખેલાડીઓમાં ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા,ઓપનર શુભમન ગિલ અને અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન હશે.માંથી હાર્દિકને સુકાની પદ સોંપાઈ શકે છે. આ પહેલા હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ ( MI)રાશિદ સનરાઇઝર્સ હૈદરાબાદ ( SRH)અને શુભમન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માટે રમતા હતા.
ફ્રેન્ચાઈઝીએ હાર્દિક અને રાશિદને 15-15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે શુભમનને 7 કરોડ મળશે . નિયમ પ્રમાણે ત્રણ ખેલાડીઓ 'રિટેન' કરવા પર 15, 15, અને 7 કરોડ જ આપી શકાય છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.